Not Set/ Tik Tok પર વીડિયો બનાવવું યુવકને પડ્યુ ભારે, ગુમાવ્યો જીવ

ટિકટોકનો ક્રેસ યુવા વર્ગમાં એટલો જોવા મળી રહ્યો છે કે જેને લઇને હવે ઘણી દુર્ઘટનાઓ બનતી પણ સામે આવી રહી છે. તાજેતરમાં હૈદરાબાદમાં 22 વર્ષનો એક યુવક તળાવમાં પડી ગયો હતો. જ્યા તે ટિકટોક માટે એક વીડિયો બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આ વાત પોલીસે જણાવી છે. આ ઘટના મંગળવાર સાંજે બની પણ તેના વિશે […]

Top Stories India
tiktok telangana youth dies 1562907054 Tik Tok પર વીડિયો બનાવવું યુવકને પડ્યુ ભારે, ગુમાવ્યો જીવ

ટિકટોકનો ક્રેસ યુવા વર્ગમાં એટલો જોવા મળી રહ્યો છે કે જેને લઇને હવે ઘણી દુર્ઘટનાઓ બનતી પણ સામે આવી રહી છે. તાજેતરમાં હૈદરાબાદમાં 22 વર્ષનો એક યુવક તળાવમાં પડી ગયો હતો. જ્યા તે ટિકટોક માટે એક વીડિયો બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આ વાત પોલીસે જણાવી છે. આ ઘટના મંગળવાર સાંજે બની પણ તેના વિશે ગુરુવારે ખબર પડી જ્યારે પેટ બશીરાબાદ પોલીસે મામલો દાખલ કરી વીડિયો કબઝે કર્યો.

સમગ્ર મામલે પોલીસનું કહેવુ છે કે, તેલંગાનાનાં સંગારેડ્ડી જિલ્લાનાં રહેવાસી નરસિમ્હા મંગળવારે પોતાની પિતરાઇ પ્રશાંતનાં ઘરે કુતબુલ્લાપુર બ્લોકનાં દુલાપલ્લી ગામ પહોચ્યા હતા. બંન્ને નજીકનાં તુમકુર તળાવમાં પોતાના મોબાઈલથી વીડિયો બનાવવા માટે પહોચ્યા. જેને તે ટિકટોક પર અપલોડ કરવાના હતા. બંન્ને તળાવની અંદર પહોચ્યા અને અંદર ડાંસ કરતા સેલ્ફી લેવાનું શરૂ કરી દીધુ. બાદમાં પ્રશાંત તળાવનાં કિનારે આવી ગયો અને નરસિંમ્હાનો તળાવમાં ડાંસ કરતો વીડિયો બનાવવા લાગ્યો.

TikTok collage Tik Tok પર વીડિયો બનાવવું યુવકને પડ્યુ ભારે, ગુમાવ્યો જીવ

પેટ બશીરાબાદ પોલીસ ઈંસ્પેક્ટર એમ મહેશએ કહ્યુ, એક મીનિટ બાદ નરસિમ્હા પાણીમાં થોડા વધુ ઉંડાણમાં જતો રહ્યો પરંતુ તેણે પાણીની અંદર રહેલા વધુ ઉંડાણને સમજવામાં ભૂલ કરી દીધી. જે બાદ તે અંદર પડી ગયો અને બહાર ન આવી શક્યો, કારણ કે તેને તરતા આવડતુ નહોતુ. તળાવમાં નરસિમ્હાને ડૂબતા ઘણા લોકોએ જોયો.

france china tiktok internet app aaf57924 a3f1 11e9 88eb 6879d27b9db7 Tik Tok પર વીડિયો બનાવવું યુવકને પડ્યુ ભારે, ગુમાવ્યો જીવ

સ્થાનિક લોકોએ તેને બહાર નિકાળવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે અસફળ રહ્યા. સ્થાનિક લોકોની ફરિયાદ બાદ પોલીસ તરતા આવડતુ હોય તેવા લોકો સાથે ઘટનાસ્થેળે પહોચી પરંતુ અંધારુ હોવાના કારણે તેઓ તળાવમાં ઉતરી ન શક્યા. બુધવારે સવારે તેમણે મૃતદેહને તળાવથી બહાર નિકાળ્યો. પોલીસ ઈંસ્પેક્ટરનું કહેવુ છે કે, તેમણે વીડિયા કબઝે કરી દીધો છે અને સંદિગ્ધ પરિસ્થિતિઓમાં મોત થયા હોવાનો મામલો દાખલ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન