Weather/ ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ, જનજીવન બન્યું અસ્તવ્યસ્ત

સુરતના પલસાણા તાલુકામાં શનિવારે સવાર સુધીમાં 209 મીમી વરસાદ નોંધાયો હતો. ગુરુવારે બોરસદ તાલુકાના કેટલાક ગામોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાયા બાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા…

Top Stories Gujarat
Heavy Rain in Gujarat

Heavy Rain in Gujarat: ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું અને સુરત, બનાસકાંઠા અને આણંદ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પ્રવર્તી હતી. સુરતના પલસાણા તાલુકામાં શનિવારે સવાર સુધીમાં 209 મીમી વરસાદ નોંધાયો હતો. ગુરુવારે બોરસદ તાલુકાના કેટલાક ગામોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાયા બાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈનાત નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની ટીમે આણંદ જિલ્લામાં વરસાદગ્રસ્ત ગામોમાંથી 380 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.

શનિવારે સવારે 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સરકારના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના જણાવ્યા અનુસાર, સુરત શહેરમાં પણ વરસાદની અસર જોવા મળી છે. જિલ્લાના પલસાણા તાલુકામાં સૌથી વધુ 209 મી.મી.વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લાના અન્ય તાલુકાઓમાં બારડોલી (125 mm.), ઉલપાડ (118 mm.) અને ચોર્યાસી (117 mm.) વરસાદ નોંધાયો હતો.

SEOCના ડેટા અનુસાર, દક્ષિણ ગુજરાતના નવસારી, તાપી અને વલસાડ જિલ્લાઓ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં પણ ભારે વરસાદ થયો હતો, ખાસ કરીને દિયોદર (190 mm), ડીસા (120 mm) અને અમીરગઢ (120 mm)માં વરસાદ પડ્યો હતો. ડીસા નગરના નીચાણવાળા વિસ્તારોની અનેક દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. રસ્તાઓ અને અંડરપાસ પર પાણી ભરાયા હતા, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ આવી જ હાલત છે.

બોરસદ તાલુકાના બે ગામોના કુલ 380 લોકોને નીચાણવાળા વિસ્તારોમાં પૂરના કારણે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, એમ આણંદ જિલ્લા વહીવટીતંત્રના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસરે જણાવ્યું હતું. SEOC એ જણાવ્યું હતું કે ગુજરાતના કુલ 251 તાલુકાઓમાંથી લગભગ 176માં વરસાદ નોંધાયો છે અને તેમાંથી 39માં શનિવાર સવાર સુધીના 24 કલાક દરમિયાન 50 મીમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં ગુજરાતના અનેક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ સાથે દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: વૈશ્વિક/ ભારતમાં પ્લાસ્ટિક પ્રતિબંધનાં નિર્ણયને દુનિયાએ આવકાર્યો : કેટલાક દેશોએ PM મોદીના કર્યા વખાણ

આ પણ વાંચો: Cricket/ ટીમ ઇન્ડિયાનો નવો કેપ્ટન જસપ્રીત બુમરાહે મેચમાં ઈતિહાસ રચ્યો