હવામાન ખાતા/ રાજ્યમાં આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ

દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી ધમાકેદાર બેટિંગ કરી રહેલા મેઘરાજા હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને પણ ઘમરોળશે.

Gujarat Others
Untitled 238 રાજ્યમાં આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ

રાજય માં છેલ્લા  ઘણા સમય થી વરસાદે આરામ લીધો  છે તેવામાં  ખેડૂત મિત્રો માટે  સારા સમાચાર  આવી રહ્યા છે . જેમાં  રાજય માં  ફરીથી સક્રિય થયેલું ચોમાસું હવે દક્ષિણ ગુજરાતથી મધ્ય અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું  હોવાનું  જાણવા મળી રહ્યું છે . જે અંતર્ગત હવામાન વિભાગ દ્વારા  આગામી 2 દિવસમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતાઓ  જોવા  મળી રહી છે.   રાજય માં  શનિવારે, ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ  સાથે દાહોદ, છોટાઉદેપુર તથા વડોદરા, તથા દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ, નવસારી, તાપીમાં ભારે વરસાદની શક્યતાઓ  જોવા મળી  રહી છે છે. આવતી કાલે તહેવાર ને હિસાબે ઘણા લોકોને  વરસાદનો સામનો પણ કરવો પડે તેવું લાગી રહ્યું છે .

આ પણ વાંચો :રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 5 માસના બાળકનું કોરોના થી મોત,આરોગ્ય તંત્ર ઊંઘતું ઝડપાયું

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી ધમાકેદાર બેટિંગ કરી રહેલા મેઘરાજા હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને પણ ઘમરોળશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. શનિવારે ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં દાહોદ, છોટાઉદેપુર તથા વડોદરા તથા દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ, નવસારી, તાપીમાં ભારે વરસાદ પડી શકે છે. સંઘ પ્રદેશ દમણ તથા દાદરા નગર હવેલીમાં પણ બે દિવસ ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો :85 ભારતીય આજે પહોંચશે દેશ, કાબુલથી IAF ના વધુ એક વિમાન ભરી ઉડાન