Gujarat Rain News/ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ, અનેક જગ્યાએ ભરાયા પાણી

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ બપોર થતા વરસાદી માહોલ જામ્યો હતો

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2024 07 02T175702.990 અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ, અનેક જગ્યાએ ભરાયા પાણી

Ahmedabad News: હવામાન વિભાગ દ્વારા આજે પણ અમદાવાદ શહેરમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં અવી હતી. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ બપોર થતા વરસાદી માહોલ જામ્યો હતો અને ક્યાંક ઝરમર તો ક્યાંક મધ્યમ વરસાદની શરૂઆત થઈ છે. અમદાવાદ શહેરમાં પણ છેલ્લાં ચાર દિવસથી વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.

એસજી હાઇવે, વસ્ત્રાપુર, સેટેલાઈટ, એલિસબ્રિજ, પાલડી, આશ્રમરોડ, જમાલપુર, નરોડા, નિકોલ, સરદારનગર, નોબલનગર, કોતરપુર, જોધપુર, બોપલ, ઓઢવ, વિરાટનગર ગોમતીપુર, મણીનગર, દાણીલીમડા, લાલ દરવાજા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

અમદાવાદમાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને ગઈકાલે સાંજ પછી અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં મેઘરાજાએ બેટિંગ કરી હતી અને 2 કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે આજે પણ હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેને પગલે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ બપોર થતા વરસાદી માહોલ જામ્યો હતો અને ક્યાંક ઝરમર તો ક્યાંક મધ્યમ વરસાદની શરૂઆત થઈ છે.

આપને જણાવી દઈએ કે,  રવિવારે ગોતા, સાયન્સ સિટી અને બોપલ જેવા વિસ્તારોમાં અંદાજે 7 ઈંચ વરસાદ પડ્યો હતો. તો ગતરોજ સોમવારે પણ શેલા, બોપલ, સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીઓમાંથી 24 કલાકથી વધુ સમય વિતવા છતાં વરસાદી પાણી ઓસર્યાં ન હતા. રવિવારના વરસાદમાં શહેરમાં 99 સ્થળે પાણી ભરાયાની મ્યુનિ.ને ફરિયાદો મળી હતી. પોશ વિસ્તાર ગણાતા શેલામાં પાણી ભરાવાની સમસ્યાથી સૌથી વધુ લોકો હેરાન હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત