Gujarat News: સોશિયલ મીડિયા આજે ભારતમાં મોટો બિઝનેસ કરી રહ્યું છે. આજે OTT અને ડિજિટલ પ્લેટફોર્મ આવકના સ્ત્રોત વધારવાનું સરળ માધ્યમ બન્યું છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં કન્ટેન્ટમાં મોટો બદલાવ આવ્યો છે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તાજેતરમાં એક ટ્વીટ પોસ્ટ કરવામાં આવ્યું. જેમાં એક બાળકી સોશિયલ મીડિયાના કારણે સામાજિક અને વ્યક્તિ પરિવર્તન તેમજ મહિલાઓ પર થતા શોષણને લઈને રજૂઆત કરી છે.
https://x.com/sanghaviharsh/status/1870753889798193581?s=46
સામાન્ય રીતે ટેકનોલોજીનો ઉપયોગ લોકોના જીવનને સરળ બનાવા માટે થાય છે, પરંતુ ઘણા સમયથી સોશિયલ મીડિયા પર હિંસા ફેલાવવી, અશ્લીલ સામગ્રીના કન્ટેન્ટ વધ્યા છે. આજે યુવાનો ઉપરાંત નાના બાળકો, મહિલાઓ અને વયસ્કો સોશિયલ મીડિયામાં વધુ સક્રિય છે. ખાસ કરીને નાના બાળકો અને કિશોરવયના બાળકોમાં સોશિયલ મીડિયાના ઉપયોગ સાથે તેમના વર્તનમાં પણ મોટો બદલાવ આવ્યો છે. આને લઈને સરકાર સમક્ષ પણ સોશિયલ મીડિયાના બેજવાબદાર ઉપયોગની ફરિયાદો આવી છે. જો કે સરકારે અગાઉ જ સોશિયલ મીડિયાને નિયંત્રિત કરતો કાયદો બનાવ્યો છે. છતાં પણ લોકો વધુ વ્યુઅર્સ મેળવી કમાણી કરવા ખરાબ અને ખોટા વિષયવસ્તુવાળી સામગ્રી પીરસી રહ્યા છે.

સોશિયલ મીડિયા, OTT, ડિજિટલ પ્લેટફોર્મને નિયંત્રિત કરવા માટે વર્ષ 2000માં કાયદો બનાવવામાં આવ્યો છે. અને તેના બાદ 2021માં અપડેટ થયો હતો. જે મુજબ સોશિયલ મીડિયાને બે શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યા છે, એક મધ્યસ્થી છે અને બીજું નોંધપાત્ર સામાજિક મીડિયા મધ્યસ્થી છે. આ કાયદા મુજબ યુઝર્સની ગરિમાને લઈને, ખાસ કરીને મહિલાઓની ગરિમાને લઈને કોઈ ફરિયાદ કરવામાં આવે છે, તો તે કન્ટેન્ટને ફરિયાદ કર્યાના 24 કલાકની અંદર હટાવવાની રહેશે. સોશિયલ મીડિયા પર નકલી એકાઉન્ટ્સ ન બને તે સુનિશ્ચિત કરવા માટે પણ કંપનીઓ પાસેથી વેરિફિકેશન પ્રક્રિયા ફરજિયાત બનાવવામાં આવી. કંપનીએ આ માહિતી આપવી પડશે કે કોર્ટના આદેશ મુજબ અથવા સરકાર દ્વારા પૂછવામાં આવે ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોણે કંઈક પોસ્ટ કર્યું છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અશ્લીલ સામગ્રી, બળાત્કાર અને સામૂહિક બળાત્કાર સંબંધિત વીડિયો ફેલાવાને રોકવા માટે કાયદા બનાવવામાં આવ્યા. તેના પર કેટલાક નિયમો લાદી નિયંત્રણ પણ કરાયું છતાં પણ ઘણા સમયથી ખરાબ કન્ટેન્ટનો વ્યાપ વધ્યો છે. રાજ્ય ગૃહમંત્રીએ નાની બાળકીને પોસ્ટ મૂકી યુઝર્સમાં અવેરનેસ વધારવાને લઈને અપીલ કરી છે.
આ પણ વાંચો: આઇફોન યુઝર્સ ફરી જોખમમાં, Appleનું એલર્ટ – પેગાસસ જેવા નવા સ્પાયવેર હુમલો કરી શકે છે
આ પણ વાંચો: પેગાસસ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, ન્યૂયોર્ક ટાઇમ્સના સમાચારના આધારે FIR નોંધવા અરજી
આ પણ વાંચો: મમતા બેનર્જીએ પેગાસસ વિશે કર્યો ખુલાસો,25 કરોડમાં ખરીદવાની ‘ઓફર’ મળી હતી
