મકાનમાં લાગી આગ/ દિલ્હીમાં મહિલા જજના ઘરમાં આગ લાગતાં તેમના સસરાનું મોત

મહિલા જજના ઘરમાં આગ લાગી

India
fire 3 દિલ્હીમાં મહિલા જજના ઘરમાં આગ લાગતાં તેમના સસરાનું મોત

દિલ્હીની સાકેટ કોર્ટના રહેણાંક સંકુલના ચોથા માળે  શનિવાર સાંજે ભીષણ આગ લાગી હતી. આગને કારણે એક વૃદ્ધ વ્યક્તિનું મોત નીપજ્યું છે. આગને કાબૂમાં લેવા માટે ફાયરની ટીમ ઘટના  સ્થળ પર પહોચી હતી અને આગને કાબુમાં લેવાની ભારે જહેમત કરી રહ્યા છે.ચોથા માળે મહિલા જજનાં મકાનમાં આગ લાગી છે. આ આગમાં  તેમના 83 વર્ષીય સસરાનું અવસાન થયું છે. પોલીસ અને અગ્નિશામક દળ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અંદર ફસાયેલી મહિલા જજ સહિત ચાર લોકોને બચાવ્યા હતા.

સાકેટ કોર્ટના ચોથા માળે મહિલા જજના ઘરમાં ભીષણ આગ લાગી હતી આ આગમાં તેમના સસરાનું મોત નિપજ્યું હતું તેમના સસરા આગના લીધે બેહોશ થઇ ગયા  હતા તેમને સત્વરે મેક્સ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તેમનું ત્યાં મોત નિપજયું હતું.