Not Set/ કેટરિના કૈફ અને વિકી કૌશલની હલ્દી સેરેમનીની તસવીર આવી સામે, તમે પણ જુઓ

કેટરિના દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરોમાં જોઈ શકાય છે કે કેટરિનાએ લાઇટ ક્રીમ કલરનો લહેંગા પહેર્યો છે જ્યારે તેના હાથ અને ગળામાં ફૂલોની માળાથી બનેલી

Entertainment
કેટરિના

કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્ન આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ જોરદાર વાયરલ થઈ રહી છે. લગ્નની તસવીરો બાદ હવે કેટરિના કૈફે હલ્દી સેરેમનીની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં બંને કપલની શાનદાર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. સમારોહમાં કપલનો ફોટો જોઈને સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનો ધસારો જોવા મળી રહ્યો છે. આ તસવીરો જોયા બાદ ફેન્સ બંનેના દિવાના બની ગયા છે.

આ પણ વાંચો :રાખી સાવંતે બિગ બોસમાં કરી બધી હદો પાર, રિતેશ સાથે કર્યું લિપ લોક, લોકોએ કહ્યું- ભાડે રાખ્યો પતિ…

કેટરિના દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરોમાં જોઈ શકાય છે કે કેટરિનાએ લાઇટ ક્રીમ કલરનો લહેંગા પહેર્યો છે જ્યારે તેના હાથ અને ગળામાં ફૂલોની માળાથી બનેલી જ્વેલરી પહેરી છે. પ્રથમ તસ્વીરમાં કેટરિના વિકીને હાથ વડે હળદર લગાવી રહી છે. બીજી તસવીરમાં કેટ પોઝ આપતી જોવા મળે છે. ત્રીજી તસવીરમાં વિક્કીની માતા કેટરિનાને હળદર લગાવતી જોવા મળે છે. ચોથી તસવીરમાં, વિકીનો ભાઈ સની તેના સાથે મસ્તી કરતો જોવા મળે છે.

Instagram will load in the frontend.

બીજી તરફ, વિકીએ શેર કરેલી તસવીરોમાં જોઈ શકાય છે કે ક્યારેક તે તેની દુલ્હન સાથે હલ્દીની વિધિ પૂરી કરતો જોવા મળે છે તો ક્યારેક પરિવારના સભ્યો તેને પાણીથી ભરેલી ડોલથી નવડાવતા જોવા મળે છે.

આ પણ વાંચો :નાગા ચૈતન્ય સાથે છૂટાછેડા પર પહેલીવાર છલકાયું સામંથાનું દર્દ, કહી આવી વાત

કેટરિના કૈફની બહેન ઈઝાબેલે પણ જીજૂ વિકી કૌશલને હલદી લગાવી હતી. ઈઝાબેલે તસવીરો શેર કરતાં લખ્યું, “અઢળક મસ્તી અને ખુશીઓ. ખૂબ હસ્યા પછી મારા ગાલ હજી પણ દુઃખે છે.”

Instagram will load in the frontend.

બીજી તસવીરમાં વિકીના પિતા પણ ઉગ્રતાથી વિકીને હળદર લગાવતા જોવા મળે છે. આ સેરેમનીની તસવીરોએ ફેન્સને ખૂબ જ ઉત્સાહિત કરી દીધા છે. તસવીર પર કોમેન્ટ કરતાં ચાહકો લખે છે કે, ઓહ શું તસવીરો છે, બીજી તરફ, અન્ય એક ફેને કમેન્ટ કરીને કહ્યું- આ તસવીરોની જ રાહ જોઈ રહ્યો હતો.

આ પણ વાંચો :NCB ઓફિસમાં હાજરીથી હેરાન આર્યન ખાને HCમાં જામીનની શરત બદલવાની કરી માંગ

લગ્ન કે પ્રી-વેડિંગ ફંક્શનની એકપણ તસવીર લીક ના થાય તે માટે વિકી અને કેટરિનાએ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કર્યો હતો. કપલ પોતાની જિંદગીની સૌથી ખાસ પ્રસંગને પરિવાર સાથે માણવા માગતો હતો અને એટલે જ તેમણે સુરક્ષા ચુસ્ત રાખી હતી. હવે લગ્ન થઈ ગયા છે ત્યારે તેમણે ખૂબસૂરત હલદી સેરેમનીની ઝલક બતાવી છે. શનિવારે વિકી અને કેટરિનાએ એક સરખા કેપ્શન સાથે હલદીની તસવીરો શેર કરી હતી. કપલે ‘શુકર, સબર, ખુશી’ના કેપ્શન સાથે તસવીરો શેર કરી છે.

Instagram will load in the frontend.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને વિકી અને કેટરિનાએ લગ્નમાં માત્ર 120 મહેમાનોને આમંત્રણ આપ્યું હતું. બોલિવુડમાંથી માત્ર કબીર ખાન અને તેમનો પરિવાર, શર્વરી વાઘ અને નેહા ધૂપિયા-અંગદ બેદીને લગ્નમાં આમંત્રણ અપાયું હતું. લગ્ન પૂરા થઈ ગયા બાદ શુક્રવારે સાંજે બંને પરિવારો મુંબઈ પાછા ફર્યા હતા.

આ પણ વાંચો :પ્રિન્સેસ ડાયનાની વીંટી જેવી જ કેટરિના કૈફના લગ્નની વીંટી છે! જાણો શું છે કિંમત

આ પણ વાંચો : RRR ટ્રેલરે રચ્યો ઇતિહાસ માત્ર 24 કલાકમાં આટલા લોકોએ જોયું…