સુરેન્દ્રનગર/ થાન અને મુળી વચ્ચે આવેલ રેલવે ની લાઇન નીચે ખનીજ માફિયાઓ એ કર્યું ખનીન નું ખોદકામ

મૂળી રોડ ઉપર આવેલા રેલવેના પાટા નીચે બેફામ રીતે ખનીજની ચોરી : ટ્રેનના મુસાફરોને વીડિયો વાયરલ કર્યા.

Gujarat
Untitled 48 1 થાન અને મુળી વચ્ચે આવેલ રેલવે ની લાઇન નીચે ખનીજ માફિયાઓ એ કર્યું ખનીન નું ખોદકામ

સુરેન્દ્રનગર જિલ્લામાં અખૂટ રીતે ખનીજ ભંડારો મળી આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પેટાળમાંથી કોલસો રેતી પથ્થરો અને અન્ય કુદરતી ભંડારો મળી આવી રહ્યા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી થાન સાયલા ચોટીલા પંથકમાં વધુ પ્રમાણમાં કુદરતી ખનીજ ના ભંડારો પેટાળમાંથી મળી આવતા હોય છે તેવા સંજોગોમાં તંત્ર દ્વારા પૃથ્વીના પેટાળમાંથી ખનીજ કાઢવા માટેની લીઝ આપવામાં આવતી હોય છે.

પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી થાન ચોટીલા સાયલા પંથકમાં બેફામ રીતે ગેરકાયદેસર રીતે ખનીજની ચોરી થઈ રહી છે તેવા સંજોગોમાં ખનીજ માફિયાઓ દ્વારા અવનવા કીમિયા અપનાવી અને પૃથ્વીના પેટાળમાંથી બેફામ રીતે ખનીજની ચોરી કરવામાં આવી રહી છે ત્યારે ગૌચર જમીન સરકારી ખરાબા ઓ તથા માલિકીની જગ્યાઓમાં પણ બેફામ રીતે ખોદકામ કરી અને ખનીજ ચોરી કરવામાં આવતી હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે.

ત્યારે આ મામલે તંત્રને અનેક વખત સ્થાનિક લોકોએ રજૂઆત કરી છે તે છતાં પણ આવા ખનીજ માફિયાઓ ઉપર કોઈપણ જાતની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં ન આવતી હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી થાન અને સાયલા પંથકમાં વધુ પડતી ખનીજ ચોરી થઈ રહી છે અને બેફામ રીતે ખનીજની ચોરી કરવામાં આવી રહી છે તંત્રની આખ સામે ખનીજની ચોરી થઈ રહી છે છતાં કોઈ કાર્યવાહી થઇ રહી ન હોવાના કારણે તંત્ર ઉપર પણ અનેક પ્રકારના સવાલો પેદા થઈ રહ્યા છે.

તેવા સંજોગોમાં સોશિયલ મીડિયા ઉપર ટ્રેનમાં મુસાફરી કરતા એક મુસાફરે સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ કર્યો છે થાન થી મુળી તરફ જતા રેલ્વેના પાટા નીચે ખનીજ માફિયાઓ દ્વારા બેફામ રીતે ખનીજનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને ગેરકાયદેસર રીતે ખનીજનું ખોદકામ કરી અને રેલવેના પાટા નીચેથી ખનીજ કાઢવામાં આવી રહી છે ત્યારે શું આ બાબતે એ ખાણ ખનીજ વિભાગ અજાણ છે તો જાણતો હોય તો કાર્યવાહી કેમ નથી થઈ રહી તે પણ બાબત એક સવાલ ઊભો કરી રહી છે.