Bird-flu/ આકાશમાં ઉડતા બગલાનું નીચે પડી મોત, બર્ડ ફ્લુની આશંકા

ઊનાના નવાબંદર ગામે આકાશમાં ઉડતો બગલો નીચે પડી મોત નિપજતા બ્લર્ડ ફ્લુની આશંકા જોવા મળતા  તાત્કાલીક આરોગ્ય વિભાગ અને પશુપાલક વિભાગ સ્થળે પર દોડી જઇને મૃત બગલાનું સેમ્પલ લઇ લેબ ખાતે મોકલી આપેલ છે.

Gujarat Others
Untitled 11 આકાશમાં ઉડતા બગલાનું નીચે પડી મોત, બર્ડ ફ્લુની આશંકા

@કાર્તિક વાજા,મંતવ્ય ન્યુઝ,ઉના 

 

કોરોના સામે ઝુંબેશ આપવા સમગ્ર ગુજરાતમાં રસીકરણ ચાલુ કરવામાં આવ્યું છે જેનાથી કોરોના કેસ માં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે એક નવો રોગ બર્ડ ફ્લૂ આવી રહ્યો છે .

ઊનાના નવાબંદર ગામે આકાશમાં ઉડતો બગલો નીચે પડી મોત નિપજતા બ્લર્ડ ફ્લુની આશંકા જોવા મળતા  તાત્કાલીક આરોગ્ય વિભાગ અને પશુપાલક વિભાગ સ્થળે પર દોડી જઇને મૃત બગલાનું સેમ્પલ લઇ લેબ ખાતે મોકલી આપ્યું  છે. નવાબંદર ગામે બપોરના સમયે અચાનક આકાશમાં ઉડતો બગલો નીચે પડી ગયો હતો. અને તેનું  મોત થયું હતું.

બગલાનું મોત થતા આ વિસ્તારના લોકો એકત્ર થઇ થયેલ હતા. અને આ બાબતે આજુબાજુના જાગૃત યુવાનો દ્વારા આરોગ્ય વિભાગને જાણ કરતા ધટના સ્થળે દોડી ગયેલા અને પશુપાલક વિભાગનેજાણ કરતા વેટનરી ડોક્ટર સહીતની ટીમ તાત્કાલીક નવાબંદર ગામે પહોચી હતીઅને મૃત બગલાના સેમ્પલ લઇ લેબ ખાતે મોકલી આપ્યા છે.  જોકે થોડા દિવસ પહેલાજ ઉનાના ચીખલી ગામે મરધાને બર્ડ ફ્લુ પોઝીટીવ આવતા અને આજુબાજુના વિસ્તારમાંથી 200 થી વધુ મરધાઓને નાશ કરી દીધેલ હતો. નવાબંદરમાં આજે અચાનક ઉડતો બગલો નીચે પડતા બર્ડ ફ્લુની આશંકાને ધ્યાને રાખી પશુપાલન વિભાગે સેમ્પલ લઇ લેબમાં મોકલી આપ્યા  છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…