Not Set/ દિલ્લીમાં ઓક્સિજનની અછત મામલે હાઇકોર્ટે કરી લાલ આંખ

દિલ્હીમાં ઓક્સિજનની ચાલી રહેલી ક્રાઈસિસ વચ્ચે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકાર બંનેનો ઉધડો લીધો છે. દિલ્હી સરકારે ઓક્સિજન ન મળી રહ્યો હોવાની વાત કરતાં હાઈકોર્ટ બગડી હતી. તેમણે તાત્કાલિક દિલ્હીમાં ઓક્સિજન પહોંચાડવા કેન્દ્રને આદેશ આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટમાં ઓક્સિજનની કિલ્લતને લઈને મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. હાઈકોર્ટે આદેશ આપ્યો આજે કોઈપણ હિસાબે 490 મે. ટન […]

India
A 102 દિલ્લીમાં ઓક્સિજનની અછત મામલે હાઇકોર્ટે કરી લાલ આંખ

દિલ્હીમાં ઓક્સિજનની ચાલી રહેલી ક્રાઈસિસ વચ્ચે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકાર બંનેનો ઉધડો લીધો છે. દિલ્હી સરકારે ઓક્સિજન ન મળી રહ્યો હોવાની વાત કરતાં હાઈકોર્ટ બગડી હતી. તેમણે તાત્કાલિક દિલ્હીમાં ઓક્સિજન પહોંચાડવા કેન્દ્રને આદેશ આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટમાં ઓક્સિજનની કિલ્લતને લઈને મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. હાઈકોર્ટે આદેશ આપ્યો આજે કોઈપણ હિસાબે 490 મે. ટન ઓક્સિજન પહોંચવો જોઈએ. જો આનું પાલન નહીં કરવામાં આવે તો અદાલતની અવમાનના હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જો આ કામ પૂરું નથી થઈ શકતું તો DPIIT ના સચિવને આગળની સુનાવણીમાં અદાલતની સામે હાજર થવું પડશે. હવે પાણી માથાની ઉપર ચડી ગયું છે.

આ સમગ્ર મામલે દિલ્હી સરકારે કહ્યું કે દિલ્હીના ઓક્સિજન ટેન્કરોને પ્રાથમિકતા અપાતી નથી. દિલ્હીને દરરોજ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. આને જાણવા માટે પડદા પાછળ શું ચાલી રહ્યું છે તેના સુધી જવું પડશે. અમારા અધિકારી દરરોજ નવર્સ બ્રેકડાઉનની કગર પર છે. વિરાટ ગુપ્તાએ પોતાની અપીલમાં કહ્યું કે તેઓ જાણે છે કે 12 રાજનીતિક પાર્ટીઓ ઓક્સિજનની બ્લેક માર્કેટિંગમાં લાગી છે.