Not Set/ ઉંચા ભાડેની લાલચ આપે તો કારને ભાડા પર આપતા પહેલા સો વાર વિચાર કરજો, નહીતો થશે આવું

હિંમતનગરમાં થી છ જેટલી કાર ભાડે મેળવીને છેતરપીંડી આચરતો ગાંધીનગરનો એક શખ્શ ઝડપાયો છે, એનઆરઆઇ પેસેન્જરોને સેલ્ફ ડ્રાઇવ પર કાર ભાડે જોઇતી હોવાની લાલચ થી લલચાવીને કાર ઉંચા ભાડે કાર મેળવીને ગુન્હાખોરી આચરનારાઓને વેચી દેતો હોવાનો આરોપીએ ખુલાસો કર્યો હતો. જો તમારી કારને કોઇ ઉંચા ભાડેની લાલચ આપે તો કારને ભાડા પર આપતા પહેલા સો […]

Gujarat Others
car ઉંચા ભાડેની લાલચ આપે તો કારને ભાડા પર આપતા પહેલા સો વાર વિચાર કરજો, નહીતો થશે આવું
હિંમતનગરમાં થી છ જેટલી કાર ભાડે મેળવીને છેતરપીંડી આચરતો ગાંધીનગરનો એક શખ્શ ઝડપાયો છે, એનઆરઆઇ પેસેન્જરોને સેલ્ફ ડ્રાઇવ પર કાર ભાડે જોઇતી હોવાની લાલચ થી લલચાવીને કાર ઉંચા ભાડે કાર મેળવીને ગુન્હાખોરી આચરનારાઓને વેચી દેતો હોવાનો આરોપીએ ખુલાસો કર્યો હતો.
જો તમારી કારને કોઇ ઉંચા ભાડેની લાલચ આપે તો કારને ભાડા પર આપતા પહેલા સો વાર વિચાર કરજો. આ કિસ્સો સાંભળીને ચોંકી જવાય તેવું છે. કારણ કે ગુન્હાખોરીમાં સામે આવેલી કારને લઇને પોલીસ શોધતી તમારા ઘરના દરવાજે પહોંચી શકે છે. ચમચમાતી કારોને ભાડે મેળવવાને બહાને છેતરપીંડી આચરનારો શખ્શ હિંમતનગર શહેરના બી ડીવઝન પોલીસે ઝડપી લીધો છે.
ઝડપાયેલો આરોપી ગાંધીનગરમાં પોતાની ઓફીસ હોવાનુ જણાવી કાર ભાડે આપનારાઓનો સંપર્ક કરીને ખાનગી કારોને ભાડે મેળવતો અને પછી કારને ગુન્હાખોરીની દુનિયાના લોકોને વેચી દેતો હતો અને ખાસ કરીને દારુની હેરાફેરી કરનારાઓને. ઝડપાયેલો આ શખ્શ મીહીર પટેલ છે અને તે ગાંધીનગરના દહેગામ તાલુકાના સાણોદા ગામનો રહેવાસી છે તે કાર ભાડે આપનારા કે ઘરેલુ ગાડીના માલીકનો સંપર્ક કરતો હતો અને તેમની કારને સેલ્ફ ડ્રાઇવ એટલે કે ડ્રાઇવર વિના જ ભાડે માંગતો અને ઉંચા ભાડાની લાલચ આપતો હતો જેને લઇને ઉંચા ભાડાની લાલચમાં કાર ભાડે મેળવીને તે કારને બારોબાર જ વેચી દેતો હતો. પોલીસે છ જેટલી કારની છેતરપીંડી બે શખ્શોએ આચરી હોવાની તપાસ હાથ ધરતા એક મુખ્ય આરોપીને પોલીસે ઝડપી લેતા વેચી દીધેલી છ કાર પોલીસે પરત મેળવી છે
મોટાભાગે દારુની હેરફેર કરનારા શખ્શોને કારની જરુર હોવાને લઇને મીહીર તે કારને તેવા શખ્શોને વેચી દેતો હતો અને જેને લઇને એક કાર અમદાવાદની ક્રાઇમ બ્રાંચે ઝડપી લેતા જ કારની તપાસમાં જ આખરે આખોય મામલો પ્રકાશમાં આવ્યો હતો અને જેને લઇને હિંમતનગર ની બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરતા છ જેટલી કાર ની છેતરપીંડી આચરાઇ હોવાનુ સામે આવ્યુ હતુ.
પોલીસે તપાસનો દૌર શરુ કરતા જ મોટાભાગની કારને દારુની હેરફેરમાં જ વેચી હોવાને લઇને રાજસ્થાનમાં થી પણ અન્ય કાર મળી આવી હતી. તો અન્ય એક કાર રાજકોટ થી મળી આવી હતી. સુરેન્દ્રનગરમાં પોલીસ પર ફાયરીંગ કરીને ગુન્હો આચર્યો હોવાનુ પોલીસની તપાસમાં ખુલ્યુ હતુ. પોલીસે હવે મીહીર પટેલના ભાગીદાર વિનેશ બચુભાઇ ઠેસીયા રહે. અરડોઇ તા.કોટડા સંઘાણી જી.રાજકોટ ની પણ શોધખોળ હાથ ધરી છે.
છ જેટલી કારની ૪૧ લાખ જેટલી કિંમત ની બંને આરોપીઓએ પોતાની ટ્રાવેલ્સ એજન્સી હોવાના બહાને છેતરપીંડી આચરી હતી અને પોતાની ઓફીસ ગાંધીનગરમાં હોવાનુ તરકટ રચ્યુ હતુ. પોલીસે હવે ગાંધીનગર અને અમદાવાદમાંથી પણ આવી રીતે કારની છેતરપીંડી આચરી હોઇ શકે છે તે દીશામાં પણ તપાસ હાથ ધરી છે.
(૧) અર્ટીગા ગાડી નંબર જી.જે.૦૯.બી.એફ.૨૦૪૭ ની કી.રૂ.૯,૦૦,૦૦૦/
(૨) ઇન્ડીકા વિસ્ટા ગાડી નં.જી.જે.૯ બી.બી.૪૩૧૮ કી.રૂ.૨,૦૦,૦૦૦/-
(૩) સીટી હોન્ડા ગાડી નંબર-જી.જે.૦૯ બી.એફ. ૩૯૯૩ની કી.રૂ.૩,૦૦,૦૦૦/-
(૪) ઇનોવા ગાડી નં.જી.જે.૯ બી.ડી. ૭૬૭૭ કી.રૂ.૧૦,૦૦,૦ ૦૦/- મળી કુલ કી.રૂ.૨૪,૦૦,૦૦૦/-ની ગાડીઓ નો મુદ્દામાલ રીકવર કરેલ.
(૫) ઇનોવા ગાડી નં. જી.જે.૩ સી.આર.૮૮૨૯ ની કી.રૂ.૫,૦૦,૦૦૦/- જે  અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ થર્ડ ગુ.ર.નં. ૯૯/૨૦૧૯  પ્રોહી              કલમ ૬૫ એ,ઇ,૮૧,૧૧૬બી,૯૮(૨) મુજબના ગુન્હાના કામે ગુન્હામાં સંડોવાયેલ હોય જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે જમા છે.
(૬) ઇનોવા ગાડી નંબર જી.જે.૭ બી.એન. ૫૫૫૩ કી.રૂ.૧૨,૦૦,૦૦૦/- ની લીમડી પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૬૪/૨૦૧૯ ઇ.પી.કો. ક.૩૦૭ વિગેરે           મુજબના ગુન્હામાં સંડોવાયેલ  હોય જે લીમડીં  પો.સ્ટે. ખાતે જમા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન