Chemical tankers/ મોરબીમાં પાણીની કેનાલમાં કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવતા ટેન્કર પર જનતા રેડ

મોરબીમાં પીવાના પાણીની કેનલમાં કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવવાનું કૌભાંડ હતું. ઘૂંટું ગામે પાણીની કેનાલમાં કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવવામાં આવતું હતું. ગ્રામજનાઓ આ બાબતને લઈને જાગૃતિ દાખવતા કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવવા આવેલા ટેન્કર પર મોડી રાત્રે જનતા રેડ કરી હતી અને ટેન્કર જપ્ત કર્યુ હતું.

Top Stories Rajkot Gujarat
YouTube Thumbnail 2024 02 20T140333.363 મોરબીમાં પાણીની કેનાલમાં કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવતા ટેન્કર પર જનતા રેડ

મોરબીઃ મોરબીમાં પીવાના પાણીની કેનલમાં કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવવાનું કૌભાંડ હતું. ઘૂંટું ગામે પાણીની કેનાલમાં કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવવામાં આવતું હતું. ગ્રામજનાઓ આ બાબતને લઈને જાગૃતિ દાખવતા કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવવા આવેલા ટેન્કર પર મોડી રાત્રે જનતા રેડ કરી હતી અને ટેન્કર જપ્ત કર્યુ હતું.

તેની સાથે ટેન્કર ચાલકને ઝડપી લઈને ગ્રામજનોએ તેને પોલીસના હવાલે કર્યો હતો. પોલીસ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી)ને આ અંગે જાહેરાત કરવામાં આવી છે. જીપીસીબી દ્વારા સેમ્પલ લેવા સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.

આ પ્રકારના કિસ્સામાં જીપીસીબીનો રિપોર્ટ મહત્વનો નીવડતો હોય છે. કેમિકલયુક્તપાણી કે કચરો કેનાલમાં ઠાલવતા એકમ સામે કાર્યવાહી કરવા માટે જીપીસીબીનો રિપોર્ટના આધારે દંડ અને સજાની જોગવાઈ નક્કી થાય છે. તેથી હવે ગ્રામજનોએ તેમની કામગીરી બજાવી, પરંતુ પીવાના પાણીના સ્ત્રોત સાથે આ પ્રકારનો વ્યવહાર કરનારી કંપનીઓ સામે આકરી કાર્યવાહી કરવી જરૂરી છે. આમ નહીં થાય તો પછી ભવિષ્યમાં લોકોને કેમિકલયુક્ત પાણી પીવાનો સમય આવશે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ