Not Set/ હિમાચલ પ્રદેશ અને કેનેડામાં અનુભવાયા ભૂકંપના આંચકા, કોઈ જાનહાનિ નહિ

હિમાચલ પ્રદેશમાં સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રેક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૦ માપવામાં આવી છે. આ ભૂકંપના ઝટકા સવારે ૯ વાગીને ૧૧ મિનીટ પર આવ્યા હતા. જો કે આ ભૂકંપથી અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર આવ્યા નથી. Earthquake of magnitude 3.0 hit Kinnaur at 9:11 am today. #HimachalPradesh— ANI (@ANI) October 22, 2018   […]

Top Stories India Trending
earth હિમાચલ પ્રદેશ અને કેનેડામાં અનુભવાયા ભૂકંપના આંચકા, કોઈ જાનહાનિ નહિ

હિમાચલ પ્રદેશમાં સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રેક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૦ માપવામાં આવી છે. આ ભૂકંપના ઝટકા સવારે ૯ વાગીને ૧૧ મિનીટ પર આવ્યા હતા. જો કે આ ભૂકંપથી અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર આવ્યા નથી.

 

ઉલ્લેખનીય છે કે  ૧૧ વાગીને ૯ મિનિટે કેનેડામાં પણ ૬.૬ ની તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે આની પહેલા પણ ૨૪ સપ્ટેમ્બરના રોજ હિમાચલના સિરમૌરમાં પણ ભૂકંપના ઝાટકા મહેસુસ થયા હતા. ભારે વરસાદ દરમ્યાન આ ભૂકંપ આવ્યો હતો.

તો બીજી બાજુ જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા આવી ગયા છે. રેક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૬ માપવામાં આવી છે. જો કે જાનમાલને કોઈ નુકશાન થયાના સમાચાર હજુ સુધી આવ્યા નથી.