Not Set/ હિમાચલ પ્રદેશ/ કુલ્લુ ગયેલા એક શખ્સનું પેરાગ્લાઇડિંગ દરમિયાન અકસ્માતમાં મોત

હિમાચલ પ્રદેશના કુલ્લુ ગયેલા એક શખ્સનું પેરાગ્લાઇડિંગ દરમિયાન અકસ્માતમાં મોત થયું હતું. કુલ્લુના એસપી ગૌરવસિંહે જણાવ્યું કે મૃતકની ઓળખ અરવિંદ તરીકે થઈ છે. અરવિંદ ચેન્નાઈનો હતો અને હનીમૂન માટે કુલ્લુ આવ્યો હતો. એસપીએ જણાવ્યું હતું કે પેરાગ્લાઇડિંગમાં હવામાં ઉડતી વખતે તેમનો હાર્નેસ લૂઝ થઇ ગયો હતો અને તે નીચે પડીને મરી ગયો હતો.  પોલીસના જણાવ્યા […]

Uncategorized
46 હિમાચલ પ્રદેશ/ કુલ્લુ ગયેલા એક શખ્સનું પેરાગ્લાઇડિંગ દરમિયાન અકસ્માતમાં મોત

હિમાચલ પ્રદેશના કુલ્લુ ગયેલા એક શખ્સનું પેરાગ્લાઇડિંગ દરમિયાન અકસ્માતમાં મોત થયું હતું. કુલ્લુના એસપી ગૌરવસિંહે જણાવ્યું કે મૃતકની ઓળખ અરવિંદ તરીકે થઈ છે. અરવિંદ ચેન્નાઈનો હતો અને હનીમૂન માટે કુલ્લુ આવ્યો હતો. એસપીએ જણાવ્યું હતું કે પેરાગ્લાઇડિંગમાં હવામાં ઉડતી વખતે તેમનો હાર્નેસ લૂઝ થઇ ગયો હતો અને તે નીચે પડીને મરી ગયો હતો.

 પોલીસના જણાવ્યા અનુસાર અરવિંદ તેની સાહસિક સવારી માણવા માંગતો હતો જ્યારે તેની નવી પરિણીત પત્ની જમીન પર તેની રાહ જોતી હતી. ઉતરાણ દરમિયાન પાયલોટને પણ ગંભીર ઈજા પહોંચી હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે પાઇલોટ પાસે પેરાગ્લાઇડિંગ ફ્લાઇંગ માટે માન્ય લાઇસન્સ પણ છે. જો કે પોલીસ કેસ નોંધીને આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.

 આ અકસ્માતથી ફરી એકવાર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે સાહસિક પ્રવૃત્તિઓ કેટલી સલામત છે. પ્રવાસીઓ રિવર રાફ્ટિંગ, ક્રોસિંગ, પેરાગ્લાઇડિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓનો સલામતી ધોરણો તપાસ્યા વિના માણે છે.

અગાઉ પણ આવી ઘણી ઘટનાઓ નોંધાઈ છે જેમાં ઓપરેટરો સર્ટિફાઇડ નથી હોતા અથવા તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવતો નથી. ગયા વર્ષે મનાલીના સોલાંગ ખીણમાં આવી જ પેરાગ્લાઇડિંગ દરમિયાન નીચે પડી જતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.