Not Set/ હિમાચલ પ્રદેશ: ખીણમાં કાર ખાબકતા 9 લોકોના મોત નીપજ્યા

કુદરતી સૌંદ્રયથી ભરપૂર એવા હિમાચલ પ્રદેશમાં લોકો ફરવા જવાનું વધારે પસંદ કરતા હોય છે. હરવા ફરવાના શોખીનો વર્ષમાં એક વાર હિમચલાની મુલાકાત લેતા જ હોય છે. આ રાજ્યની અંદર જેટલી ફરવાની મજા લોકોને આવે છે તેની સાથે તેમને ઘણી કાળજી રાખવાની પણ જરૂર પડતી હોય છે. કારણકે જમીન ધસી પડવાની , પહાડ પરથી મોટા મોટા […]

India
ACCIDNET HIMACHAL હિમાચલ પ્રદેશ: ખીણમાં કાર ખાબકતા 9 લોકોના મોત નીપજ્યા

કુદરતી સૌંદ્રયથી ભરપૂર એવા હિમાચલ પ્રદેશમાં લોકો ફરવા જવાનું વધારે પસંદ કરતા હોય છે. હરવા ફરવાના શોખીનો વર્ષમાં એક વાર હિમચલાની મુલાકાત લેતા જ હોય છે. આ રાજ્યની અંદર જેટલી ફરવાની મજા લોકોને આવે છે તેની સાથે તેમને ઘણી કાળજી રાખવાની પણ જરૂર પડતી હોય છે. કારણકે જમીન ધસી પડવાની , પહાડ પરથી મોટા મોટા પથ્થરો રોડ ઉપર પડવાની અને ગમખ્વાર અકસ્માત થવાની ઘટના અવારનવાર બનતી રહે છે. તાજેતરની જો વાત કરીએ તો આજે પણ આવી જ એક કરુણ અને ભયાનક ઘટના આ રાજ્યમાં બની હતી જેમાં કુલ નવ લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.

હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં આજે સોમવારની સાંજે એક દુ:ખદાયક માર્ગ અકસ્માત થયો હતો. સબ-ડિવિઝન શીલાઇ અંતર્ગત ટીંબી-બકરાસ લિંક રોડ પર પશોગ નામના સ્થળે સોમવારે સાંજે એક બોલેરો કેમ્પર એચપી 17 સી 4137 કાર એક ખાડામાં પડી હતી. આ અકસ્માતમાં વાહનમાં સામેલ નવ લોકોનાં મોત નીપજ્યાં હતાં. એવું કહેવામાં આવી રહ્યું છે કે તમામ લોકો લગ્ન કાર્યક્રમમાં જતા હતા.

અકસ્માતની જાણકારી મળતાની સાથે જ વહીવટી તંત્ર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટના સ્થળેથી નવ મૃતદેહોને ખાડામાંથી ખેંચવામાં આવ્યા હતા. અકસ્માતનું કારણ હાલ જાણવા મળ્યું નથી. પોલીસ હજી સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. વાહનમાં કેટલા લોકો હતા તે હજી જાણી શકાયું નથી. મૃતકોની ઓળખ હજી થઈ નથી. ડીએસપી બીર બહાદૂરે અકસ્માતની પુષ્ટિ કરી છે.