બોલીવુડ ન્યુઝ/ હિનાખાનની ફિલ્મ ‘લાઇન્સ’નું ટ્રેલર થયું રીલીઝ, લાખો ચાહકોના દિલ જીત્યા આ ટ્રેલરે

હિના ખાને આ ફિલ્મથી કેન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર પ્રવેશ કર્યો હતો.

Entertainment
Untitled 131 હિનાખાનની ફિલ્મ ‘લાઇન્સ’નું ટ્રેલર થયું રીલીઝ, લાખો ચાહકોના દિલ જીત્યા આ ટ્રેલરે

ટીવી પર પોતાનું પ્રભુત્વ જમાવનાર હિના ખાન હવે ખૂબ જ સ્ટાઇલીશ જોવા મળી રહી છે . ચાહકો તેના લુક અને સ્ટાઇલને લઈને ક્રેઝી છે. હિના ખાન  જે પ્રોજેક્ટ સાથે બહાર આવી રહી છે તે માત્ર ટીવીની દુનિયાથી એક પગલું જ નહીં, પણ ખૂબ જ ગંભીર મુદ્દા પર બનેલી ફિલ્મ પણ છે. હિના ખાનની ફિલ્મ લાઇન્સનું ટ્રેલર બહાર આવ્યું છે. હિના ખાને આ ફિલ્મથી કેન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર પ્રવેશ કર્યો હતો.

હિના ખાને સોશિયલ મીડિયા પર ચાહકો સાથે તેની ફિલ્મનું ટ્રેલર શેર કર્યું છે. ફિલ્મ ‘લાઇન્સ’ ની વાર્તા ભારત-પાકિસ્તાન સરહદ અને કાશ્મીરના મુદ્દાની આસપાસ વણાયેલી છે. આ ફિલ્મના પાત્રોની ભાવના અને મુદ્દાની ગંભીરતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ફિલ્મમાં હિના એક કાશ્મીરી છોકરીની ભૂમિકામાં છે. આ છોકરી ઇચ્છે છે કે તેની દાદી તેની બહેનને સરહદ પાર મળે. ઘણા પ્રયત્નો પછી, જ્યારે બંને બહેનો મળે છે, ત્યારબાદ થોડા સમય પછી બંને દેશો વચ્ચે કારગિલ યુદ્ધ શરૂ થાય છે.આ કાશ્મીરી યુવતીની લવ સ્ટોરીનું એંગલ પણ ટ્રેલરમાં જોવા મળી રહ્યું છે.