ચૂકાદો/ હિંદુ લગ્નમાં સપ્તપદી જરૂરી, તેના વગર વિના લગ્ન માન્ય નહીંઃ અલ્હાબાદ હાઇકોર્ટ

લગ્ન સંબંધમાં અનુષ્ઠાન શબ્દ સારી રીતે સ્થાપિત છે, જેમાં લગ્નની ઉજવણી યોગ્ય વિધિઓ સાથે અને યોગ્ય સ્વરૂપમાં કરવી

India Trending
Hindu marriage invalid without Saptapadi other rituals allahabad high હિંદુ લગ્નમાં સપ્તપદી જરૂરી, તેના વગર વિના લગ્ન માન્ય નહીંઃ અલ્હાબાદ હાઇકોર્ટ

મિર્ઝાપુરઃ મદરેક ધર્મમાં લગ્નની કેટલીક ખાસ અને મહત્વપૂર્ણ વિધિઓ છે જેના વિના લગ્ન પૂર્ણ માનવામાં આવતા નથી. એ જ રીતે હિંદુ ધર્મમાં સાત ફેરા લીધા વગર લગ્ન નથી થતા. હવે એક કોર્ટના ચૂકાદાએ પણ આ વાત પર પોતાની મોહર લગાવી દીધી છે. તાજેતરમાં અલ્હાબાદ હાઇકોર્ટે એક કેસમાં કહ્યું કે સપ્તપદી (ચાર કે સાત ફેરા) વગર હિન્દુ લગ્ન માન્ય નહીં ગણાય.

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર શહેરના રહેવાસી સત્યમ સિંહે તેનાથી અલગ થયેલી પત્ની સ્મૃતિ સિંહ પર બીજા લગ્નનો આરોપ મુકી અરજી દાખલ કરી હતી. અપીલકર્તાની દલીલ હતી કે તેની પત્નીને સજા મળવી જોઇએ. બીજી તરફ સ્મૃતિ સિંહે આ આરોપને ફગાવી દેવા માટે અરજી દાખલ કરી હતી.

અલ્હાબાદ હાઇકોર્ટે સ્મૃતિ સિંહની અરજી સ્વીકારતા જસ્ટ સંજય કુમાર સિંહે કહ્યું કે,‘લગ્ન સંબંધમાં અનુષ્ઠાન શબ્દ સારી રીતે સ્થાપિત છે, જેમાં લગ્નની ઉજવણી યોગ્ય વિધિઓ સાથે અને યોગ્ય સ્વરૂપમાં કરવી. જ્યાં સુધી લગ્નની વીધિ યોગ્ય રીતે સંપન નથી ત્યાં સુધી લગ્ન માન્ય ગણાતા નથી. કાયદાની દ્રષ્ટીએ આ લગ્ન નથી. હિંદુ કાયદા અંતર્ગત ‘સપ્તપદી’ માન્ય લગ્ન વીધિ પૈકી એક છે.

હાઇકોર્ટે હિંદુ લગ્ન એક્ટ 1995ની કલમ 7ને આધાર બનાવ્યો છે જેના અંતર્ગત એક હિંદુ લગ્ન સંપૂર્ણ વીધિ વિધાનથી સંપન્ન થવા જોઇએ જેમાં સપ્તપદી એટલે કે પવિત્ર અગ્નિની સાક્ષી માને વર અને વધૂ અગ્નિના ચાર કે સાત ફેરા લેવા તે લગ્નને પૂર્ણ બનાવે છે.

આ કેસમાં અરજદાર સ્મૃતિ સિંહના લગ્ન 2017માં સત્યમ સિંહ સાથે થયા હતા, પરંતુ સંબંધોમાં કડવાશના કારણે તેણે પતિનું ઘર છોડી દીધું હતું અને દહેજ માટે ઉત્પીડનનો આરોપ લગાવતા FIR નોંધાવી હતી. તપાસ બાદ પોલીસે પતિ અને સાસરિયાઓ સામે ચાર્જશીટ રજૂ કરી હતી. અરજદાર-પત્નીએ ભરણપોષણ માટે અરજી કરી હતી.

પત્નની અરજી પર, ફેમિલી કોર્ટે, મિર્ઝાપુર, 11 જાન્યુઆરી, 2021ના ​રોજ સત્યમ સિંહને તેની પત્ની ફરીથી લગ્ન ન કરે ત્યાં સુધી ભરણપોષણ તરીકે દર મહિને 4,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ સત્મ સિંહે 20 સપ્ટેમ્બર, 2021ના​​રોજ બીજી ફરિયાદ નોંધાવી, જેમાં તેણે આરોપ લગાવ્યો કે તેની પત્નીએ બીજા લગ્ન કર્યા છે.

મેજિસ્ટ્રેટે અરજદાર-પત્નીને 21 એપ્રિલ, 2022ના રોજ સમન્સ પાઠવ્યા હતા. જે બાદ સ્મૃતિ સિંહે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેના પર હાઈકોર્ટે આ નિર્ણય આપ્યો હતો.

હાઈકોર્ટે કહ્યું, ‘ફરિયાદમાં પણ સપ્તપદીનો કોઈ ઉલ્લેખ નથી. તેથી, આ કોર્ટના મતે, પ્રથમ દૃષ્ટિએ અરજદાર સામે કોઈ ફોજદારી કેસ બનતો નથી કારણ કે બીજા લગ્નનો આરોપ પાયાવિહોણો છે.


whatsapp ad White Font big size 2 4 હિંદુ લગ્નમાં સપ્તપદી જરૂરી, તેના વગર વિના લગ્ન માન્ય નહીંઃ અલ્હાબાદ હાઇકોર્ટ