Not Set/ હિન્દુઓને ધમકાવનારને મોકલી દેવામાં આવશે પાકિસ્તાન : ભાજપ પ્રવક્તા

કેરળનાં ભાજપનાં પ્રવક્તા બી ગોપાલકૃષ્ણને કહ્યું કે, કેટલાક લોકો ગલ્ફ દેશોનાં હિન્દુઓને નાગરિકતા સુધારણા અધિનિયમ (સીએએ) ને સમર્થન આપવા પર ધમકી આપી રહ્યા છે. આવા લોકોને પાકિસ્તાન મોકલવા માટે મજબૂર કરવામાં આવશે. તેમણે કહ્યું, ‘ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ દ્વારા સાંપ્રદાયિક તત્વોને દૂર કરવામાં આવ્યા છે. કેટલાક લોકો ગલ્ફમાં હિન્દુઓને ધમકાવી રહ્યા છે. આવા લોકોને પાકિસ્તાન […]

Top Stories India
b gopalakrishnan હિન્દુઓને ધમકાવનારને મોકલી દેવામાં આવશે પાકિસ્તાન : ભાજપ પ્રવક્તા

કેરળનાં ભાજપનાં પ્રવક્તા બી ગોપાલકૃષ્ણને કહ્યું કે, કેટલાક લોકો ગલ્ફ દેશોનાં હિન્દુઓને નાગરિકતા સુધારણા અધિનિયમ (સીએએ) ને સમર્થન આપવા પર ધમકી આપી રહ્યા છે. આવા લોકોને પાકિસ્તાન મોકલવા માટે મજબૂર કરવામાં આવશે. તેમણે કહ્યું, ‘ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ દ્વારા સાંપ્રદાયિક તત્વોને દૂર કરવામાં આવ્યા છે. કેટલાક લોકો ગલ્ફમાં હિન્દુઓને ધમકાવી રહ્યા છે. આવા લોકોને પાકિસ્તાન મોકલવા માટે મજબૂર કરવામા આવશે.

ગોપાલકૃષ્ણને કહ્યું કે, બેહરાઇનમાં એક કેરળની હિન્દુની હસ્તકની હોટલને કેરળનાં કેટલાક લોકોએ નિશાનો બનાવ્યું કારણ કે તે નાગરિકતા કાયદાને સમર્થન આપે છે. તાજેતરમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં એવું જોવા મળે છે કે કેરલનાં કેટલાક લોકો બેહરાઇનનાં આ હોટલની બહાર પ્રદર્શન કરી રહ્યા છે. હોટલ માલિકો ત્રિસુરનાં છે અને સીએએને સમર્થન આપી રહ્યા છે.

કેરળ સરકારે નાગરિક વસ્તી અધિનિયમ (એનપીઆર) થી સંબંધિત તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે. જે પછી ગોપાલકૃષ્ણને રેશનિંગ બંધ કરવાની ધમકી આપી હતી. તેમણે કહ્યું, ‘(મુખ્યમંત્રી પિનરાઈ) વિજયનને એનપીઆર પ્રક્રિયા લાગુ કરવી પડશે. જો આ કરવામાં નહીં આવે તો રાજ્યને જાહેર વિતરણ પ્રણાલી હેઠળ રેશનિંગ મળવાનું બંધ કરી દેવામાં આવશે.

ગોપાલકૃષ્ણનનાં નિવેદનનાં એક દિવસ પહેલા જ કેરળના ડૉક્ટર અજિત શ્રીધરને સીએએને ટેકો આપતી ટિપ્પણીને કારણે દોહાની હોસ્પિટલમાંથી રાજીનામું આપ્યું હતું, જેના કારણે ભારે હોબાળો મચ્યો હતો. આ પછી, વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને બુધવારે કોલ્લમમાં તેમના ઘરે મુલાકાત લીધી હતી અને મદદ કરવાની ઓફર કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.