Not Set/ મહામહિમ દ્વારા બંઘારણીય (JK) આદેશ 2019 જાહેર, જાણો શું છે કલમ 367નો ઉપક્રમ 4 ?

મહામહિમ દ્વારા બંઘારણીય આદેશ (વર્ષ 2019) જાહેર આપને જણાવી દઇએ કે ભારતનાં મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે, જમ્મુ-કાશ્મીર સરકારનાં અનુસંઘાનમાં બંઘારણીય આદેશ (વર્ષ 2019) જાહેર કર્યું છે, જે જમ્મુ – કાશ્મીર રાજ્યમાં ભારતનું બંધારણ પૂર્ણ રૂપે અમલીકરણની જોગવાઈ ઉપલ્બધ કરાવે છે. રાષ્ટ્રપતિએ બંધારણ (જમ્મુ-કાશ્મીર) આદેશ 2019 જાહેર કર્યો છે, જે તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. તે […]

Top Stories India
RamnathKovind PMModi AmitShah મહામહિમ દ્વારા બંઘારણીય (JK) આદેશ 2019 જાહેર, જાણો શું છે કલમ 367નો ઉપક્રમ 4 ?
મહામહિમ દ્વારા બંઘારણીય આદેશ (વર્ષ 2019) જાહેર
આપને જણાવી દઇએ કે ભારતનાં મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે, જમ્મુ-કાશ્મીર સરકારનાં અનુસંઘાનમાં બંઘારણીય આદેશ (વર્ષ 2019) જાહેર કર્યું છે, જે જમ્મુ – કાશ્મીર રાજ્યમાં ભારતનું બંધારણ પૂર્ણ રૂપે અમલીકરણની જોગવાઈ ઉપલ્બધ કરાવે છે. રાષ્ટ્રપતિએ બંધારણ (જમ્મુ-કાશ્મીર) આદેશ 2019 જાહેર કર્યો છે, જે તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. તે જમ્મુ કાશ્મીરમાં લાગુ કરાયેલા ઓર્ડર 1954નું સ્થાન લઇ લીધું છે. આદેશમાં જણાવાયું છે કે ભારતીય બંધારણની તમામ જોગવાઈઓ હવે જમ્મુ-કાશ્મીર રાજ્યમાં લાગુ થશે. સરકારે કહ્યું કે રાષ્ટ્રપતિએ બંધારણની કલમ 367માં ઉપક્રમ 4 જોડ્યો છે, જેમાં ચાર ફેરફાર કરવામાં આવ્યા છે.
Kovind મહામહિમ દ્વારા બંઘારણીય (JK) આદેશ 2019 જાહેર, જાણો શું છે કલમ 367નો ઉપક્રમ 4 ?
શું  છે બંધારણ(જમ્મુ-કાશ્મીર) આદેશ 2019ની કલમ 367નો ઉપક્રમ 4 ?
કલમ 367નો ઉપક્રમ 4 જણાવે છે કે બંધારણની સૂચનાઓ અથવા તેની જોગવાઈઓ, સૂચીત રાજ્યનાં બંધારણ અને તેની જોગવાઈઓમાં અમલ કરવાનાં નિર્દેશો તરીકે માનવામાં આવશે.
કલમ 367નો ઉપક્રમ 4 મુજબ જે, વ્યક્તિને રાજ્યની વિધાનસભાની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં સદાર-એ-રિયાસત તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે, અને જે સ્થાનિક રૂપથી રાજ્યની મંત્રી પરિષદની સલાહ પર કાર્ય કરે તેવી સ્થાનિક રૂપથી માન્યતા આપવામા આવી છે, તેની સહલા અને સૂચનાઓ જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલ માટે આદેશ માનવામાં આવશે.
કલમ 367નો ઉપક્રમ 4 માં કહેવામાં આવ્યું છે કે ઉપરોક્ત રાજ્યની સરકારની સૂચનાઓ, રાજ્યમંત્રી પરિષદની સલાહ અને સૂચનો પર કામ કરતા જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલ માટે, નિર્દેશ તરીકે ધ્યાનમાં લેેવામાં આવશે.
ramnath kovind and narendra મહામહિમ દ્વારા બંઘારણીય (JK) આદેશ 2019 જાહેર, જાણો શું છે કલમ 367નો ઉપક્રમ 4 ?

 

#Kashmir #Article370 #MantavyaNews

જુઓ સરકારનાં ઐતિહાસિક નિર્ણય પર મહાચર્ચા : Part-1

સરકારના ઐતિહાસિક નિર્ણય પર મહાચર્ચા Part-2

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.