Ahemdabad/ 24મીએ અમદાવાદ માટે ઐતિહાસિક દિવસ, ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ માટે 50% દર્શકોની એન્ટ્રી નિશ્ચિત, PM મોદીની ઉપસ્થિતિના સંકેત

દેશમાં કોરોના પછી ક્રિકેટની રમત ફરીથી શરૂ થવા જઈ રહી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ અમદાવાદના વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમ ખાતે આગામી 24મી એ યોજાવા જઇ રહી છે. ત્યારે

Top Stories Gujarat
1

મંતવ્ય બ્રેકિંગ ન્યૂઝ
મંતવ્ય ન્યૂઝની ખબર પર મહોર
ગુજરાતના ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર
ઇંગ્લેન્ડ સામેની મેચમાં મોટેરામાં દર્શકોને અપાશે પ્રવેશ
અમદાવાદમાં રમાશે પીંક બોલ ડે-નાઇટ ટેસ્ટ મેચ
મંતવ્ય ન્યૂઝે સૌથી પહેલા પ્રસારિત કર્યો હતો અહેવાલ
મોટેરામાં રમાશે ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ
GCA ઉપપ્રમુખ ધનરાજ નથવાણીએ કર્યું ટ્વિટ
પાંચ ટી-20 મેચ પણ મોટેરામાં છે આયોજિત
24 ફેબ્રુઆરીએ ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ
6 વર્ષ બે મહિના બાદ આંતરરાષ્ટ્રી મેચનું આયોજન
નવેમ્બર 2014 બાદ મોટેરામાં રમાશે આં.રા. ક્રિકેટ મેચ
50 ટકા કે 100 ટકા કેપેસિટી અંગે BCCI લેશે અંતિમ નિર્ણય

ગુજરાતના ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર છે.દેશમાં કોરોના પછી ક્રિકેટની રમત ફરીથી શરૂ થવા જઈ રહી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ અમદાવાદના વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમ ખાતે આગામી 24મી એ યોજાવા જઇ રહી છે. ત્યારે મોટેરાની બેઠક ક્ષમતા પ્રમાણે 1,10,000 દર્શકોનો ત્યાં સમાવેશ થઇ શકે છે, જેમાંથી 50 ટકા કેપેસિટીમાં દર્શકોને એન્ટ્રી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.GCA ઉપપ્રમુખ ધનરાજ નથવાણીએ ટ્વિટ કરી અને આ અંગે માહિતી આપી હતી.તેમજ હાલ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ જે રીતે નબળી પડી રહી છે તે જોતા કદાચ આગામી દિવસોમાં 100 ટકા દર્શકોને પ્રવેશ આપવા માટે નિર્ણય લેવામાં આવી શકે છે.50 ટકા કે 100 ટકા કેપેસિટી અંગે BCCI  અંતિમ નિર્ણય લેશે આ ઉપરાંત વડાપ્રધાન મોદી  આ મેચ જોવા માટે ઉપસ્થિત રહે તેવી શક્યતા સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Ahmedabad's Motera Stadium set to become the world's largest cricket venue in terms of capacity

Budget 2021 / કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, બેંક ડૂબશે તો મળશે 5 લાખ રૂપિયા

આ ઉપરાંત વર્ષ 2014 પછી 6 વર્ષ બે મહિના બાદ આંતરરાષ્ટ્રી મેચનું આયોજન કરવામાં આવી રહ્યું છે.દેશમાં છેલ્લા અગિયાર મહિના થી કોરોના બાદ ક્રિકેટની રમત ભારતીય ગ્રાઉન્ડમાં રમાવા જઈ રહી છે.  ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ બે ટેસ્ટ માટે ચેન્નઈના ના એમ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. જેમાં દર્શકોને જેમાં પણ 50 ટકા દર્શકોને એન્ટ્રી આપવામાં આવશે તેવો નિર્ણય લેવાઈ ચૂક્યો છે. જ્યારે બીજી ટેસ્ટ અમદાવાદ ખાતે રમવા જઈ રહી છે તે અંગે અત્યારે કોઈ સ્પષ્ટતા નથી પરંતુ ત્રીજી ટેસ્ટમાં 50% દર્શકોને એન્ટ્રી આપવામાં આવે તે નિર્ધારિત થઈ ચૂક્યું છે. તેમજ આ મેચ નિહાળવા માટે વડાપ્રધાન મોદી પોતે પણ ઉપસ્થિત  રહે તેવી શક્યતા છે.

Ahmedabad To Get World's Largest Cricket Stadium | Curly Tales

Union Budget / શિપ રિસાયક્લિંગ ગુજરાતમાં શરૂ થશે,  કેન્દ્ર સરકાર આટલાં કરોડ ફાળવશે

ગત 27 ડિસેમ્બરના રોજ સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ દ્વારા એક SOP ની જાહેરાત કરવામાં આવી હતી. તે મુજબ દર્શકોને 50% સુધી સ્ટેડિયમમાં પ્રવેશ માટે છૂટ આપવામાં આવશે. તેમજ દરેક ક્રિકેટ મેચનું આયોજન ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન હેઠળ કરવામાં આવશે. બે દિવસ પહેલા આ માર્ગદર્શિકાને અપડેટ કરવામાં આવી છે, જે મુજબ 100 ટકા દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશની છૂટ મળી શકે છે. જેના કારણે મોટેરા સ્ટેડિયમ હાઉસફૂલ થઇ જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્થાનિક સ્વરાજ ચૂંટણી / પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડનો નિર્ણય, 60 વર્ષથી ઉપરના ઉમેદવારને ટિકિટ નહીં

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…