Taliban/ અફઘાનિસ્તાનમાં છોકરીઓ માટેની શાળાઓ ફરી બંધ, મલાલાએ તાલિબાન વિશે કહી આ વાત

તાલિબાન સત્તામાં આવ્યા પછી અફઘાનિસ્તાનમાં છોકરીઓ આજે પ્રથમ વખત શાળાએ ગઈ હતી, જોકે તેમને તેમના વર્ગોમાં પ્રવેશ કરવા દેવામાં ન આવ્યો હતો

Top Stories World
44 અફઘાનિસ્તાનમાં છોકરીઓ માટેની શાળાઓ ફરી બંધ, મલાલાએ તાલિબાન વિશે કહી આ વાત

તાલિબાન સત્તામાં આવ્યા પછી અફઘાનિસ્તાનમાં છોકરીઓ આજે પ્રથમ વખત શાળાએ ગઈ હતી, જોકે તેમને તેમના વર્ગોમાં પ્રવેશ કરવા દેવામાં ન આવ્યો હતો. અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર આવ્યાને સાત મહિના કરતાં વધુ સમય વીતી ગયો છે અને હવે છોકરીઓ માટે માધ્યમિક શાળાઓ ફરીથી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે થોડા કલાકોમાં પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.

તાલિબાન સરકારે નિર્ણય પાછો ખેંચી લીધા પછી, રાજધાની કાબુલમાં છોકરીઓ નિરાશા અને આંખોમાં આંસુ સાથે શાળાઓમાંથી પાછી ફરી. આ અંગે પાકિસ્તાનની નોબેલ પુરસ્કાર વિજેતા અને મહિલા અધિકાર કાર્યકર્તા મલાલા યુસુફઝાઈએ ટ્વિટ કર્યું કે તાલિબાને તેમનું વચન પાળ્યું નથી.

મલાલા યુસુફઝાઈએ ટ્વીટ કર્યું, “મને આજે આશા હતી કે શાળાએ જતી અફઘાન છોકરીઓને ઘરે પરત મોકલવામાં આવશે નહીં, પરંતુ તાલિબાને તેમનું વચન પાળ્યું નથી. તેઓ છોકરીઓને ભણવાથી રોકવાના બહાના શોધતા રહેશે, કારણ કે તેઓ શિક્ષિત છોકરીઓ અને મજબૂત સ્ત્રીઓનો ડર લાગે છે.”

નોંધનીય છે કે, અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસને બુધવારે કન્યાઓ માટેની માધ્યમિક શાળા ખોલ્યાના કલાકો પછી બંધ કરવાનો આદેશ જારી કર્યો હતો. તે શાળાઓ ગયા વર્ષે ઓગસ્ટ પછી પ્રથમ વખત ખોલવામાં આવી હતી. ગયા વર્ષે તાલિબાને બીજી વખત અફઘાનિસ્તાન પર કબજો કર્યો હતો.

શાળાઓ ફરી ખોલવાના સમાચારની પુષ્ટિ કરતા તાલિબાનના પ્રવક્તા ઈનામુલ્લા સામંગાનીએ કહ્યું કે હા તે સાચું છે. જો કે, તેમણે શાળાઓ બંધ કરવા માટે કોઈ દલીલ આપી ન હતી. તેમને છોકરીઓને શાળામાંથી ઘરે જવાનો આદેશ આપવામાં આવ્યો હોવાના અહેવાલોની પુષ્ટિ કરવા માટે કહેવામાં આવ્યું હતું. જયારે શિક્ષણ મંત્રાલયના પ્રવક્તા અઝીઝ અહમદ રિયાને કહ્યું કે અમને આ અંગે ટિપ્પણી કરવાની મંજૂરી નથી.