Not Set/ અખિલેશ-સંજયસિંહ આપેલો ફાળો પાછો લેવા માંગે તો લઇ શકે છેઃ સાક્ષી મહારાજ

ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ સાક્ષી મહારાજે કહ્યું છે કે, જે લોકો રામ મંદિરનાં નિર્માણમાં ભ્રષ્ટાચારનાં આક્ષેપો કરી રહ્યા છે,

Top Stories India
2 59 અખિલેશ-સંજયસિંહ આપેલો ફાળો પાછો લેવા માંગે તો લઇ શકે છેઃ સાક્ષી મહારાજ

ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ સાક્ષી મહારાજે કહ્યું છે કે, જે લોકો રામ મંદિરનાં નિર્માણમાં ભ્રષ્ટાચારનાં આક્ષેપો કરી રહ્યા છે, તેઓએ રસીદ બતાવીને પોતાનું દાન પાછું લઇ લેવું જોઈએ. ભાજપનાં સાંસદે કહ્યું કે હવે જે નેતાઓ આક્ષેપો કરી રહ્યા છે તે જ છે જેમણે ભૂતકાળમાં રામ ભક્તો પર ગોળીબાર કર્યો હતો.

હવામાન વિભાગ / નેપાળમાં ભારે વરસાદથી બિહારમાં પુર, 11 જિલ્લામાં રેડએલર્ટ, ક્યાં છે કેવી પરિસ્થિતિ

જ્યાં સુધી ચંપત રાયની વાત છે, તેમણે પોતાનું સમગ્ર જીવન ભગવાન રામને સમર્પિત કર્યું છે. આપને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીનાં સાંસદ સંજય સિંહ અને સપાએ રામ જન્મભૂમિ ટ્રસ્ટ પર રામ મંદિરનાં નામે કૌભાંડનો આરોપ લગાવ્યો છે. સાક્ષી મહારાજે કહ્યું, “તેઓએ કહ્યું હતું કે તેઓ એક પક્ષીને પણ બાબરી મસ્જિદની નજીક જવા દેશે નહીં. તેમના ઘમંડને યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે અને રામ જન્મભૂમિ સ્થળ પર એક ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે. આવા લોકો પાસે પાયાવિહોણા આક્ષેપો કરવા સિવાય કંઇ જ નથી.” સાક્ષી મહારાજે કહ્યું કે, ચંપત રાયે પોતાનું સમગ્ર જીવન ભગવાન રામને સમર્પિત કર્યું છે. તેમણે કહ્યું, “આવા વ્યક્તિ ઉપર આરોપ લગાવવું યોગ્ય નથી. તેમ છતાં, જો આપનાં સંજયસિંહે રામ મંદિર માટે કંઈક દાન આપ્યું છે, તો તે રસીદ બતાવીને તેમનું દાન પાછું લઈ શકે છે. અખિલેશ યાદવે દાન આપ્યું છે, તો તે પોતાનું દાન પાછુ ખેંચી શકે છે.” આ તે જ લોકો છે જેમણે રામ મંદિરનો સખત વિરોધ કર્યો હતો.”

એન્ટિલિયા કેસ / મનસુખ હિરેન હત્યા કેસમાં NIAએ પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને કસ્ટડીમાં લીધા,ઘર પર પૂછપરછ શરૂ

આપને જણાવી દઈએ કે, AAP નાં સાંસદ સંજય સિંહ અને સમાજવાદી પાર્ટીનાં પૂર્વ ધારાસભ્ય પવન પાંડેએ રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ખરીદેલી જમીન પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, બે કરોડની જમીનને 10 મિનિટમાં 18 કરોડની કિંમતમાં ખરીદવામાં આવી. આ રીતે તેમણે આરોપ લગાવ્યો હતો. જેને લઇને આજે ઉન્નાવથી ભાજપનાં સાંસદ, સાક્ષી મહારાજે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, પાર્ટીનાં વડા, જેમણે કાર સેવકો પર ગોળીબાર કર્યો હતો અને કહ્યું હતું કે, એક પક્ષીને પણ બાબરી મસ્જિદની નજીક જવા દેશે નહીં, પરંતુ આજે રામનું ભવ્ય મંદિર હશે.

sago str 8 અખિલેશ-સંજયસિંહ આપેલો ફાળો પાછો લેવા માંગે તો લઇ શકે છેઃ સાક્ષી મહારાજ