Not Set/ TMC માં બગાવતનાં પૂર વચ્ચે આજે HM અમિત શાહ બંગાળનાં પ્રવાસે

આજનો દિવસ પશ્ચિમ બંગાળના રાજકારણમાં રાજકીય વિશિષ્ટતાથી ભરેલો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના ચાણક્ય કહેવાતા  નેતા અમિત શાહ આજથી તેમની બે દિવસીય બંગાળની મુલાકાત પર પશ્ચિમ બંગાળ પહોંચ્યા છે

Top Stories India
amit shah TMC માં બગાવતનાં પૂર વચ્ચે આજે HM અમિત શાહ બંગાળનાં પ્રવાસે

આજનો દિવસ પશ્ચિમ બંગાળના રાજકારણમાં રાજકીય વિશિષ્ટતાથી ભરેલો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના ચાણક્ય કહેવાતા  નેતા અમિત શાહ આજથી તેમની બે દિવસીય બંગાળની મુલાકાત પર પશ્ચિમ બંગાળ પહોંચ્યા છે. TMC – BJPની જંગ અને કહી શકાય કે લોહીયાળ બનતી જંગ વચ્ચે આજે તેમની રેલી પણ યોજાનાર છે.

Amit Shah in bengal: Bengal Politics: अमित शाह बोले- 'ममता सरकार का अंत  करीब, राज्य में बीजेपी की बनेगी दो-तिहाई बहुमत से सरकार' - amit shah  reaches west bengal attacks on mamata

અમિત શાહ બંગાળ પ્રવાસ દરમિયાન મમતા બેનર્જીને આંચકો આપવાના છે. આજે અમિત શાહની હાજરીમાં ટીએમસીના ઘણા ધારાસભ્યો ભાજપમાં જોડાઇ શકે છે. તેમાં શુભેન્દુ અધિકાર જેવા મોટા નામનો પણ સમાવેશ થાય છે.

Amit Shah vows battle for West Bengal, taunts Mamata Banerjee

આવતા વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા, ટીએમસીના ઘણા બગાવતી ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું અને વિધાનસભા ચૂંટણી પહેલા જ મમતા બેનર્જીને મોટો ઝટકો આપ્યો હતો.

Amit shah started preparation of bengal election, he is on two day visit of  Bengal | Amit Shah ने शुरू की बंगाल चुनाव की तैयारी, BJP और TMC में कड़ी  टक्कर |

સૌથી મહત્વની વાત એ છે કે, એવા વિસ્તારોના ધારાસભ્યો ટીએમસી છોડીને ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે, જ્યાં લોકસભાની ચૂંટણીમાં ભાજપનું પલડુ નબળું હતું. આવી સ્થિતિમાં આ રાજકીય ઘટનાથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભગવો પક્ષને ફાયદો થઈ શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…