hockey world cup-2023/ ઓડિશામાં આજથી હોકી વર્લ્ડ કપની શરૂઆત થશે,ભારત અને સ્પેન વચ્ચે પહેલો મુકાબલો

ઓડિશામાં 15મા હોકી વર્લ્ડ કપની શરૂઆત આજથી થશે. આ ટૂર્નામેન્ટનો ઉદ્વઘાટન સમારોહ 11 જાન્યુઆરીના રોજ કટકમાં યોજાયો હતો

Top Stories Sports
8 1 1 ઓડિશામાં આજથી હોકી વર્લ્ડ કપની શરૂઆત થશે,ભારત અને સ્પેન વચ્ચે પહેલો મુકાબલો

hockey world cup:  ઓડિશામાં 15મા હોકી વર્લ્ડ કપની શરૂઆત આજથી થશે. આ ટૂર્નામેન્ટનો ઉદ્વઘાટન સમારોહ 11 જાન્યુઆરીના રોજ કટકમાં યોજાયો હતો. 17 દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં 16 ટીમો ભાગ લેશે. આ મેચો ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ અને રાઉરકેલાના બિરસા મુંડા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ભુવનેશ્વર 24 અને રાઉરકેલા 20 મેચોની યજમાની કરશે. આ વર્લ્ડ કપની ફાઈનલ મેચ 29 જાન્યુઆરીએ રમાશે.

hockey world cup   16 ટીમોને ચાર-ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ભારતીય ટીમ આજે સ્પેન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટીમ ઈન્ડિયા તેના દ્વારા આયોજિત ટૂર્નામેન્ટમાં 48 વર્ષ બાદ મેડલ જીતવાનું લક્ષ્ય રાખશે. જો તે આ વખતે મેડલ જીતવામાં સફળ રહે છે તો આઠ વખતની ઓલિમ્પિક ચેમ્પિયન ટીમની વર્લ્ડ હોકી પર ફરીથી પ્રભુત્વ જમાવવાની સંભાવના પ્રબળ બની જશે. ભારતે અત્યાર સુધીમાં ત્રણ મેડલ જીત્યા છે. 1971 માં ઉદ્ઘાટન આવૃત્તિમાં એક ચંદ્રક જીત્યો હતો. બીજો મેડલ 1973માં જીત્યો હતો. ભારતીય ટીમ 1975માં અજીત પાલ સિંહના નેતૃત્વમાં ચેમ્પિયન બની હતી.1975થી ભારતીય ટીમ હોકી વર્લ્ડ કપમાં  પ્રદર્શન  સારૂં કરી રહી નથી. સેમીફાઈનલમાં પણ પ્રવેશ મેળવી શકી નથી. . 1978 થી 2014 સુધી ટીમ ગ્રૂપ સ્ટેજથી આગળ વધી શકી નથી.

હરમનપ્રીત સિંહના નેતૃત્વમાં આ વખતે ટીમને મેડલની દાવેદાર માનવામાં આવી રહી છે. વિશ્વની છઠ્ઠા નંબરની ભારતીય ટીમે તાજેતરમાં વિશ્વની નંબર વન ઓસ્ટ્રેલિયા સામે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. જોકે શ્રેણીમાં તેને 1-4થી હારનો સામનો કરવો પડ્યો હતો. કોચ ગ્રેહામ રીડની ટીમ છ વર્ષમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાને કોઈ મેચમાં હરાવવામાં સફળ રહી. ગત વખતે પણ ભુવનેશ્વરમાં વર્લ્ડ કપ રમાયો હતો પરંતુ ભારતીય ટીમ ક્વાર્ટર ફાઈનલમાં નેધરલેન્ડ સામે હારી ગઈ હતી.

A: આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, દક્ષિણ આફ્રિકા.
 B: બેલ્જિયમ, જર્મની, જાપાન, દક્ષિણ કોરિયા.
 C: ચિલી, મલેશિયા, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ.
 D: ભારત, ઈંગ્લેન્ડ, સ્પેન, વેલ્સ.

Accident/નાસિકમાં બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 10 શ્રદ્વાળુઓના ઘટનાસ્થળે મોત, મુખ્યમંત્રી શિંદે વળતરની