Not Set/ સ્વદેશી રીતે બનાવેલ ‘કવચ’ ટ્રેનોને અથડાતી અટકાવશે, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, અન્ય દેશોને પણ ટેક્નોલોજી આપશે

સ્વદેશી બનાવટની ટ્રેન કોલિઝન પ્રોટેક્શન સિસ્ટમ ‘કવચ’ તૈયાર છે અને હવે રેલવેએ પણ તેનો ઉપયોગ શરૂ કરી દીધો છે. વાસ્તવમાં શુક્રવારે કવચનું પરીક્ષણ કરીને ભારતીય રેલ્વેએ નવો ઈતિહાસ રચ્યો છે. સ્વદેશી બનાવટની આ સિસ્ટમ હેઠળ ટ્રેનો એકબીજા સાથે ટકરાશે નહીં.

Top Stories India
ashwini-vaishnaw

સ્વદેશી બનાવટની ટ્રેન કોલિઝન પ્રોટેક્શન સિસ્ટમ ‘કવચ’ તૈયાર છે અને હવે રેલવેએ પણ તેનો ઉપયોગ શરૂ કરી દીધો છે. વાસ્તવમાં શુક્રવારે કવચનું પરીક્ષણ કરીને ભારતીય રેલ્વેએ નવો ઈતિહાસ રચ્યો છે. સ્વદેશી બનાવટની આ સિસ્ટમ હેઠળ ટ્રેનો એકબીજા સાથે ટકરાશે નહીં.

આ પરીક્ષણ કરવા માટે, રેલ્વેએ બે ટ્રેનો વિરુદ્ધ દિશામાં 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવી હતી. પરંતુ ‘કવચ’ના કારણે આ બંને ટ્રેનો ટકરાઈ ન હતી અને તેમની ગતિ આપોઆપ ધીમી પડી ગઈ હતી.

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતે હૈદરાબાદમાં ‘કવચ’નું કામ જોયું હતું. આ પ્રસંગે બોલતા, તેમણે કહ્યું, “કવચ (સ્વદેશી રીતે વિકસિત ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ) SIL-4 પ્રમાણિત છે જે સલામતી પ્રમાણપત્રનું ઉચ્ચતમ સ્તર છે.”

“ભવિષ્યની યોજના તેને ખૂબ જ ઝડપથી શરૂ કરવાની અને અન્ય દેશોમાં પણ તેની નિકાસ કરવાની છે. આ વર્ષે અમે તેને 2,000 કિલોમીટરથી શરૂ કરીશું અને આગામી વર્ષોમાં દર વર્ષે 4,000-5,000 કિલોમીટરની ઝડપે શરૂ કરીશું,” તેવું રેલ્વે મંત્રીએ જણાવ્યું હતું.