Not Set/ બ્રિટેનમાં સોનુ નિગમ 21st Century Icon Award થી સમ્માનિત

બોલીવુડનાં જાણીતા પ્લેબેક સિંગર સોનુ નિગમને લંડનમાં યોજાયેલા વાર્ષિક ’21 મી સદીનાં આઇકન એવોર્ડ્સ’માં’ મેગ્નિફિસિએન્ટ પરફોર્મિંગ આર્ટ્સ એવોર્ડ ‘એનાયત કરાયો હતો. ગત અઠવાડિયે ભવ્ય રીતે યોજાયેલા સમારોહમાં સોનુ વિવિધ કેટેગરીનાં વિજેતાઓમાં સામેલ હતો, જે વિશ્વભરનાં સેંકડો ઉદ્યમીઓ અને સફળ નામાંકિતોમાંથી પસંદ કરાયો હતો. સંગીત રજૂ કરવા માટે બ્રિટનનાં પ્રવાસ પર આવેલા સોનુએ એવોર્ડ પ્રાપ્ત કરતી […]

Top Stories Entertainment
Sonu Nigam બ્રિટેનમાં સોનુ નિગમ 21st Century Icon Award થી સમ્માનિત

બોલીવુડનાં જાણીતા પ્લેબેક સિંગર સોનુ નિગમને લંડનમાં યોજાયેલા વાર્ષિક ’21 મી સદીનાં આઇકન એવોર્ડ્સ’માં’ મેગ્નિફિસિએન્ટ પરફોર્મિંગ આર્ટ્સ એવોર્ડ ‘એનાયત કરાયો હતો. ગત અઠવાડિયે ભવ્ય રીતે યોજાયેલા સમારોહમાં સોનુ વિવિધ કેટેગરીનાં વિજેતાઓમાં સામેલ હતો, જે વિશ્વભરનાં સેંકડો ઉદ્યમીઓ અને સફળ નામાંકિતોમાંથી પસંદ કરાયો હતો.

સંગીત રજૂ કરવા માટે બ્રિટનનાં પ્રવાસ પર આવેલા સોનુએ એવોર્ડ પ્રાપ્ત કરતી વખતે કહ્યું કે, “આ સમ્માન માટે પસંદ થયા બદલ હું નમ્રતાથી આભાર માનું છું. 22 દેશોમાંથી નામાંકન કરવામાં આવ્યાં હતાં અને આ એવોર્ડ માટે મને પસંદ કરવામાં આવ્યો તે મારા માટે ખૂબ મહત્વ રાખે છે.” આપને જણાવી દઇએ કે, ’21મી સદીનાં આઇકન એવોર્ડ્સ’ બ્રિટનમાં રહેતા ભારતીય મૂળનાં ઉદ્યમીઓ અને સ્ક્વોડ વોટરમેલન લિમિટેડનાં સહ-સ્થાપક, તરુણ ગુલાટી અને પ્રીતિ રાણાની વિચારસરણીનું પરિણામ છે. આ વર્ષે આ એવોર્ડ માટે 700 જેટલા નામાંકન પ્રાપ્ત થયા છે, જેમાંથી 44 અંતિમ રાઉન્ડ માટે પસંદ થયા છે.

શુક્રવારે આયોજીત એક કાર્યક્રમમાં ઈન્ડિયા ટુડે ગ્રુપનાં વાઇસ પ્રેસિડેન્ટ કલ્લી પુરીને મીડિયા અને મનોરંજન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી માટે સમ્માનિત કરાયા હતા. દરિયાઇ જીવ વૈજ્ઞાનિક આશા ડે વોસને હિંદ મહાસાગરમાં બ્લ્યૂ વ્હેલ પર સંશોધન અને દરિયાઇ શિક્ષણ માટે એવોર્ડથી સમ્માનિત કરાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.