ધરપકડ/ બોપલ રીંગ રોડ પરથી હુક્કાબાર ઝડપાયો, કેફેમાં ચાલતો હતો ,યુવકની ધરપકડ

જેમાં બહારથી માણસો બોલાવીને વિના પાસ પરમીટે હુક્કાબાર ખુલ્લુ રાખવામાં આવ્યુ છે.જેથી પોલીસે રેડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.આ મામલે પોલીસે હુક્કાબારનાં સંચાલક બોપલનાં જ કેવલ પટેલ નામનાં યુવકની ધરપકડ કરી હતી.

Gujarat Trending
hukka bar 2 બોપલ રીંગ રોડ પરથી હુક્કાબાર ઝડપાયો, કેફેમાં ચાલતો હતો ,યુવકની ધરપકડ

ભાવેશ રાજપૂત,અમદાવાદ@મંતવ્ય ન્યૂઝ

યુવાધનને બરબાદ કરતા વધુ એક હુક્કાબારને પોલીસે પકડી પાડ્યુ છે.અમદાવાદનાં સરખેજ બોપલ એસ.પી રીંગરોડ પરથી પોલીસે હુક્કાબાર ઝડપી પાડ્યુ છે.ઝોન -7 ડીસીપીનો સ્કવોર્ડ શનિવારે રાત્રે પેટ્રોલીંગમાં હતો તે સમયે બાતમી મળી હતી કે બોપલ રીંગ રોળ પર આવેલા રાજથાળ હોટેલ પાસે રાત્રી કરફ્યુ દરમિયાન સેક્રેડ નાઈન નામનાં કેફેમાં હુક્કાબાર ચાલે છે.

hukka bar 3 બોપલ રીંગ રોડ પરથી હુક્કાબાર ઝડપાયો, કેફેમાં ચાલતો હતો ,યુવકની ધરપકડ

જેમાં બહારથી માણસો બોલાવીને વિના પાસ પરમીટે હુક્કાબાર ખુલ્લુ રાખવામાં આવ્યુ છે.જેથી પોલીસે રેડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.આ મામલે પોલીસે હુક્કાબારનાં સંચાલક બોપલનાં જ કેવલ પટેલ નામનાં યુવકની ધરપકડ કરી હતી.

hukkabar 1 બોપલ રીંગ રોડ પરથી હુક્કાબાર ઝડપાયો, કેફેમાં ચાલતો હતો ,યુવકની ધરપકડ

કેફેમાં તપાસ કરતા પોલીસને અલગ અલગ ફ્લેવરનાં 4 હુક્કા તેમજ 18 હુક્કાની પાઈપો સહિત હુક્કાનાં ફ્લેવરનાં 10 હજારની કિંમતનાં 6 ડબ્બા મળી કુલ 40 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી સરખેજ પોલીસને આરોપી સોંપવામાં આવ્યો છે..આગળની તપાસ સરખેજ પોલીસે હાથ ધરી છે.

majboor str 2 બોપલ રીંગ રોડ પરથી હુક્કાબાર ઝડપાયો, કેફેમાં ચાલતો હતો ,યુવકની ધરપકડ