Maharastra/ ફરી સામે આવ્યો હોસ્પિટલ આગ્નિકાંડ, 10 બાળકો જીવતા ભૂંજાયા

દેશમાં ફરી એક હોસ્પિટલ આગ્નિકાંડ સર્જાયો હોવાની દિલ દહેલાવતી ઘટના સામે આવી છે. ગુજરાત બાદ હવે મહારાષ્ટ્રમાં પણ હોસ્પિટલ અગ્નિકાંડમાં મોસુમો જીવતા ભૂંજાયા હોવાનું સામે આવી રહ્યું છે.

Top Stories India
a 169 ફરી સામે આવ્યો હોસ્પિટલ આગ્નિકાંડ, 10 બાળકો જીવતા ભૂંજાયા

દેશમાં ફરી એક હોસ્પિટલ આગ્નિકાંડ સર્જાયો હોવાની દિલ દહેલાવતી ઘટના સામે આવી છે. ગુજરાત બાદ હવે મહારાષ્ટ્રમાં પણ હોસ્પિટલ અગ્નિકાંડમાં મોસુમો જીવતા ભૂંજાયા હોવાનું સામે આવી રહ્યું છે. મહારાષ્ટ્રના ભંડારામાં જિલ્લા હોસ્પિટલમાં લાગેલી આગમાં 10 બાળકોનાં મોત નીપજ્યાં છે. પ્રાપ્ત પ્રાથમિક વિગતો મુજબ, બીમાર નવજાત શિશુઓને રાખવામાં આવેલા હોસ્પિટલનાં આઈસીયુ (એસએનસીયુ) માં આ આગ લાગી હતી. આગ રાત્રે 2 વાગ્યે શરૂ થઈ હતી.

મળતી માહિતી અનુસાર, 10 બાળકોનો ભોગ લેનાર આગ્નિકાંડમાં જો કે, 7 બાળકોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર આગ શોટ સર્કિટને કારણે લાગી હતી. ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સિવિલ સર્જન ડો.પ્રમોદ ખંડાટેના જણાવ્યા અનુસાર રાત્રે 2 વાગ્યાની આસપાસ હોસ્પિટલના બીમાર નવજાત કેર યુનિટ (એસએનસીયુ) માં આગ લાગી હતી. આગમાં 10 બાળકો બળીને મોતને ભેટ્યા હતા અને 7 બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભંડારાની જિલ્લા હોસ્પિટલમાં મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે બાળકોના વોર્ડમાં આગ લાગી હતી. આ વોર્ડમાં કુલ 17 બાળકો હતા. વોર્ડમાંથી ધુમાડો નીકળતો જોઇને નર્સ પહેલા સૌને ચેતવણી આપી હતી અને બધા જ વોર્ડમાં પહોંચ્યા ત્યાં સુધીમાં 10 બાળકોએ જીવ ગુમાવ્યો હતો. જોકે, ત્યાં હાજર 7 બાળકોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…