Ahmedabad/ વાહ તાજ..!! ગુજરાતની સૌથી મોટી ફાઈવ સ્ટાર હોટલની શરૂઆત…

અમદાવાદના સિંધુભવન રોડ પર બનેલી હોટેલ “તાજ સ્કાયલાઈન” ગુજરાતની સૌથી મોટી ફાઈવ સ્ટાર હોટલ છે.

Top Stories Ahmedabad Gujarat
bachu khabad 2 વાહ તાજ..!! ગુજરાતની સૌથી મોટી ફાઈવ સ્ટાર હોટલની શરૂઆત...

@આયુષી યાજ્ઞિક, અમદાવાદ

ગુજરાતમાં વિકાસે રફતાર પકડી છે એવામાં અમદાવાદને એક જાજરમાન ભેટ મળી છે. અમદાવાદના સિંધુભવન રોડ પર બનેલી હોટેલ “તાજ સ્કાયલાઈન” ગુજરાતની સૌથી મોટી ફાઈવ સ્ટાર હોટલ છે. 1.4 એકરમાં બનેલી છે આ અદભૂત હોટેલ, તાજ સ્કાયલાઇન અમદાવાદની પ્રથમ હોટેલ છે જેમાં 315 રૂમ ઉપલબ્ધ છે.

Luxury Hotel in Ahmedabad | Taj Skyline, Ahmedabad
ટાટા ગ્રુપની ધ ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ તથા અમદાવાદમાં સંકલ્પ ઇનની સાથે મળીને આ હોટલ બનાવી છે. ઇન્ડિયન હોટેલ્સની ગુજરાતમાં કુલ 13 હોટેલ્સ છે. બંન્ને કંપનીઓ વચ્ચે થયેલા કરાર પ્રમાણે હોટેલની પ્રોપર્ટી સંકલ્પ ઈન દ્વારા બનાવવામાં આવી છે અને હોટલનું મેનેજમેંટ ઇન્ડિયન હોટેલ્સ દ્વારા કરવામાં આવશે. હોટલમાં 24 કલાક માટે રૂમનું ભાડું 6000 રૂપિયાથી શરૂ થઇને 18,500 સુધીનું રાખવામાં આવેલ છે.

ઓલ ડે ડાઇન સિગ્નેચર રેસ્ટોરન્ટ શામિયાના

તાજ સ્કાયલાઈનમાં એશિયાભરનું ફૂડ મળશે. દુબઈ અને મુંબઈ બાદ અમદાવાદમાં પણ શામિયાનાની શરૂઆત અમદાવાદમાં થશે. ઓલ ડે ડાઇન સિગ્નેચર રેસ્ટોરન્ટ શામિયાના પણ સ્કાયલાઈનમાં શરુ કરવામાં આવી છે. શામિયાનામાં એશિયાભરનું ફૂડ બને છે. ગુજરાતીઓને જગત આખાની વાનગીઓ અમદાવાદમાં જ મળી જશે. આ સિવાય આ હોટેલના ઇન્ટીરીયરમાં અમદાવાદ શહેરના હેરિટેજને પણ દર્શાવવામાં આવી છે.

Luxury Hotel in Ahmedabad | Taj Skyline, Ahmedabad

શહેરના ટ્રાફિકથી ધમધમતા રહેતા અમદાવાદના સિંધુભવન રોડ હોટેલ તાજ સ્કાયલાયન 18 માળ ધરાવે છે. આ હોટલના નિર્માણ પાછળ આશરે 300 રૂપિયાનું કરોડનું રોકાણ કરવામાં આવેલ છે. ત્યારે અમદાવાદીઓ માટે ગૌરવ  સમાન હોટેલની શરૂઆત થઇ ચુકી છે. આ હોટેલના ઇન્ટીરીયરના દ્રશ્યો પણ અદભૂત છે જે કોઈ પણ વ્યક્તિ એક આ હોટેલની મુલાકાત લઈને કહી ઉઠશે. “વાહ તાજ”

Bodeli / કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરેલા ત્રણ કૃષિ કાયદાઓથી ખેડૂતોની આ…

Gujarat / એઇમ્સના ખાતમુહુર્ત માટે વડાપ્રધાન મોદીનું 31મી એ થઈ શકે છે ર…

ભષ્ટાચાર / લેન્ડ ગ્રેબિંગ એક્ટથી ભષ્ટાચાર પર પણ લગામ, અન્ય ક્ષેત્રોનો ઉ…

Political / બસપા પ્રમુખ માયાવતીએ સરકારને જાણો શું કરી માંગ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…