અફવા/ અમદાવાદમાં આટલા વાગે હોટેલો બંધ થઇ જશે? AMCએ કર્યો મોટો ખુલાસો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થતાં જ કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. ત્યારે અમદાવાદમાં 7;30 વાગે હોટેલો બંધ કરવાની વાતો પણ વહેતી થતાં મનપાએ આ વાતને માત્ર અફવા ગણાવી છે. છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદમાં કોરોનાના કેસ વધતા હોટેલ, ખાણીપીણી બજાર 7;30 વાગે બંધ કરવામાં આવશે તેવી અફવાઓએ જોર પકડ્યું હતું અને સોશિયલ મીડિયા પર મેસેજ […]

Top Stories Ahmedabad Gujarat
man1 અમદાવાદમાં આટલા વાગે હોટેલો બંધ થઇ જશે? AMCએ કર્યો મોટો ખુલાસો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થતાં જ કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. ત્યારે અમદાવાદમાં 7;30 વાગે હોટેલો બંધ કરવાની વાતો પણ વહેતી થતાં મનપાએ આ વાતને માત્ર અફવા ગણાવી છે.

છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદમાં કોરોનાના કેસ વધતા હોટેલ, ખાણીપીણી બજાર 7;30 વાગે બંધ કરવામાં આવશે તેવી અફવાઓએ જોર પકડ્યું હતું અને સોશિયલ મીડિયા પર મેસેજ પણ વાયરલ થયાં હતા ત્યારે આ મામલે AMCએ ખુલાસો કર્યો છે.

હોટલો બંધ કરવાની વાત માત્ર અફવા

અમદાવાદ મનપાએ આપેલ સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, આ વાત અફવા છે અને “માત્ર ચેકીંગ કરી જ્યાં ભીડ હશે ત્યાં જ કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોવિડ કેસમાં વધારો થતો 8 વોર્ડમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને હાલ હોટેલ બંધ કરવાના કોઈ જ આદેશ આપવામાં નથી.

ગાઇડલાઇનનો ભંગ કરનારા સામે કાર્યવાહી

અમદાવાદમાં કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કરનારા સામે એકશન લેવાઈ રહી છે. AMCએ નિયમ ભંગ કરાનારા હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાણી-પીણીની બજાર બંધ કરાવી છે. જેમાં થલતેજ, જોધપુર, મણિનગર, પાલડીમાં કાર્યવાહી કરાઈ છે. તો આ સાથે નારણપુરા,અંકુર ચાર રસ્તા અને મણિનગર વિસ્તારમાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.