ગુજરાત/ ભાવનગરમાં આવાસ યોજનાના મકાનો ખોલી રહ્યો છે ભ્રષ્ટાચારની પોલ, નબળી કામગીરીથી હેરાન-પરેશાન રહીશો

ઘરના ઘરનું એક સ્વપ્ન તમામ લોકોને હોય છે અને જે સ્વપ્ન સાકાર કરવા લોકો પોતાની જીવનપુંજી કે બેંક લોન લઇ અને પોતાના સ્વપ્નને સાકાર કરે છે

Gujarat
Untitled 16 ભાવનગરમાં આવાસ યોજનાના મકાનો ખોલી રહ્યો છે ભ્રષ્ટાચારની પોલ, નબળી કામગીરીથી હેરાન-પરેશાન રહીશો

ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં નવનિર્મિત પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૧૦૮૮ આવાસો કે જેનું લોકાર્પણ બે માસ પૂર્વે રાષ્ટ્રપતિના હસ્તે કરવામાં આવ્યું હતું. આ આવાસોમાં હાલ હજુ ૨૦% આવાસ ધારકો રહેવા આવ્યા છે ત્યાં જ આવાસોના કામોમાં થયેલો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે.

ઘરના ઘરનું એક સ્વપ્ન તમામ લોકોને હોય છે અને જે સ્વપ્ન સાકાર કરવા લોકો પોતાની જીવનપુંજી કે બેંક લોન લઇ અને પોતાના સ્વપ્નને સાકાર કરે છે. સામાન્ય કે ગરીબ પરિવારના લોકો માટે ઘરના ઘર માટે સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના હાલ અમલી છે જેમાં હજારો આવાસો પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આવા જ તૈયાર થયેલા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં હમીરજી પાર્ક સામે આવેલા ૧૦૮૮ આવાસો જે જેનું લોકાર્પણ આજથી બે માસ પૂર્વે રાષ્ટ્રપતિના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પણ  વાંચો:OMG! / મહિલાએ જુડવા બાળકોને અલગ-અલગ વર્ષમાં આપ્યો જન્મ, લોકોએ કહ્યુ- કુદરતનો જાદુ

.ત્યાં જ આ આવાસોમાં થયેલા નબળા કામોએ તંત્રની પોલ છાતી કરી દીધી છે કે, આ કામોમાં કેટલી હલકી ગુણવત્તાની કામગીરી થઇ હશે. ભારે ભેજના કારણે મકાનોની દીવાલો-છતો માંથી પાણી ટપકી રહ્યું છે. અગાસી પરની વોટર ટેંક કે જેનું પાણી લીકેજ થઇ બિલ્ડીંગ સ્ટ્રક્ચર ને નુકશાન કરી રહ્યું છે, વીજ મીટર પાસેની જાળી તૂટી જવા પામી છે,ગટરના ઢાકણા પણ તૂટી ગયા છે જેથી રમતા બાળકો ટાંકીમાં પડી જવાનો ભય સતાવી રહ્યો છે.ત્યારે આવી અનેક મુશ્કેલીઓને લઇ ગૃહિણીઓએ પોતાની વ્યથા જણાવી હતી.

ગૃહિણીઓ દ્વારા તંત્ર સામે ભારે આક્ષેપો કર્યા છે, જીવનપુંજી અથવા બેંક લોન લઇ આ મકાનો થકી ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કર્યું છે જે સાર્થક થશે કે પછી મોતના ઓથાર નીચે જ જીવન વ્યતીત કરવું પડશે…

આ પણ  વાંચો:રેકોર્ડ / Appleએ રચ્યો નવો ઈતિહાસ,3 ટ્રિલિયન ડોલર માર્કેટ વેલ્યુ સાથે પ્રથમ કંપની બની