Fashion News: ચહેરા (Face)ને શરીરનું દર્પણ કહેવામાં આવે છે, જે ખોટું નથી કારણ કે જો તમે કોઈ બીમારી (Disease)થી પીડિત છો તો તેની અસર તમારા ચહેરા પર જોવા મળે છે. જ્યારે આપણી ત્વચા પર કઈ પણ સમસ્યા થાય છે, તો આપણે તેને ઠીક કરવા માટે સ્કીન કેર પ્રોડક્ટ (Skin Care Product)નો ઉપયોગ કરીએ છીએ ડ્રાઈ સ્કીન, ફાઇન લાઇન્સ, ડાર્ક સર્કલ હોય કે ખીલ હોય, બજારમાં અસંખ્ય પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે જે આ બધી સમસ્યાઓને હલ કરવાનાં વાયદા આપે છે. પરંતુ અહીં કેટલીક બાબતો છે જે આપણામાંના મોટા ભાગના લોકો નજરઅંદાજ કરે છે.
શા માટે ચહેરાને શરીરનું દર્પણ કહેવામાં આવે છે?
તમે જોયું હશે કે ચિકિત્સક ઘણીવાર આપણો ચહેરો જોઈને જ આપણી બીમારીનોં અનુમાન લગાવતા હોય છે. હાલમાં એક ન્યુટ્રિશનિસ્ટ તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક રીમાઇન્ડર શેર કર્યું હતું, જેમાં લખ્યું હતું કે, “સુસ્તીથી ખીલ સુધી, દરેક નાનો બદલાવ એક સંકેત હોઈ શકે છે.”તમારી ત્વચા તમને લાગે છે તેના કરતાં તમારા સ્વાસ્થ્ય વિશે વધુ કહી રહી છે.
1. આંખો નીચે ડાર્ક સર્કલ
તણાવ કે ઊંઘની ઉણપનાં કારણે આંખ નીચે ડાર્ક સર્કલ થવા શક્ય છે પરંતુ જો આ ડાર્ક સર્કલ ઘણા લાંબા સમયથી છે તો તે શરીરમાં રહેલી આયર્નની ઉણપ તરફ ઈશારો કરી રહ્યું છે. આયર્ન શરીરમાં ઑક્સીજન જાળવવામાં મદદ કરે છે. શરીરમાં આયર્નની ઉણપ હોય ત્યારે શારીરિક થાક વધારે લાગે છે અને આંખો નીચે કાળા ડાઘ પડવા લાગે છે.
શું કરવું: તમારા રોજિંદા આહારમાં પાલક, દાળ અને ખજૂર જેવા આયર્ન યુક્ત ખોરાકનું સેવન કરવું જોઈએ. શરીરમાં આયર્નની માત્રા વધારવા માટે વિટામિન સી યુક્ત આહાર જેમ કે સંતરા અથવા ટામેટાનું સેવન કરવું.
2. જડબા પર ખીલ
જડબાની રેખા પર થતાં ખીલ હોર્મોનલ વધઘટનાં કારણે થતાં હોય છે, ખાસ કરીને મહિલાઓમાં આ સમસ્યા જોવા મળે છે. આ સમસ્યા pcos જેવી સ્થિતિનાં કારણે થઈ શકે છે અને તે સાથે અનિયમિત પીરિયડ અથવા ચહેરા પર વાળ પણ આવી શકે છે.
શું કરવું: જમવામાં પૂરતું ધ્યાન આપવું, ખાંડનું સેવન ઓછું કરવું, સ્ટ્રેસ લેવલ મેનેજ કરો અને સીડ સાયકલ ચલાવવાનો પ્રયાસ કરો.
3. ફાટેલા હોઠ
શરીરમાં પાણીની ઉણપનાં કારણે પણ હોઠ સુકાઈને ફાટી શકે છે આ સમસ્યા વિટામિન બીની ઉણપનાં કારણે પણ થઈ શકે છે.
શું કરવું: તમારા શરીરને વિટામિન બી પ્રદાન કરવા માટે ભોજનમાં ઈંડા, આખા અનાજ, બદામ અને લીલા શાકભાજી જેવા ખોરાકનો સમાવેશ કરો.

આ પણ વાંચો:ઉનાળાની ઋતુમાં સ્ટાઇલિશ અને આરામદાયક હેરસ્ટાઈલને અપનાવો
આ પણ વાંચો:ગુણકારી એવા ચણાનો લોટ ત્વચા માટે હાનિકારક તો નથી ને….?
આ પણ વાંચો:વાળને ઘટાદાર અને લાંબા બનાવવા અજમાવો 5 શ્રેષ્ઠ ઘરગથ્થું ઉપાયો
