Not Set/ જાણો કેમ બચીને રહ્યો આ હત્યારો 19 વર્ષ સુધી પોલીસથી, શું થયું પછી ?

ઉત્તર પ્રદેશનાં બાગપતમાં અશ્ચર્ય સર્જતો કિસ્સો સામે આવ્યો છે. બાગપત પોલીસ દ્રારા 19 વર્ષ પૂર્વે કરવામા આવેલી હત્યાનાં ખૂનીની ધરપકડ કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે આ હત્યારા પર ડબલ મર્ડરનો ચાર્જ છે. હત્યારાએ ​​હરિયાણાનાં પાણીપત જીલ્લાનાં સમલખા ગામે 19 વર્ષ પૂર્વે બે વ્યક્તિની હત્યા કરી હતી. હત્યા બાદ આટલા વર્ષ પોલીસથી બચતો આવેલા […]

India
675169 arrest 121417 જાણો કેમ બચીને રહ્યો આ હત્યારો 19 વર્ષ સુધી પોલીસથી, શું થયું પછી ?
ઉત્તર પ્રદેશનાં બાગપતમાં અશ્ચર્ય સર્જતો કિસ્સો સામે આવ્યો છે. બાગપત પોલીસ દ્રારા 19 વર્ષ પૂર્વે કરવામા આવેલી હત્યાનાં ખૂનીની ધરપકડ કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે આ હત્યારા પર ડબલ મર્ડરનો ચાર્જ છે. હત્યારાએ ​​હરિયાણાનાં પાણીપત જીલ્લાનાં સમલખા ગામે 19 વર્ષ પૂર્વે બે વ્યક્તિની હત્યા કરી હતી. હત્યા બાદ આટલા વર્ષ પોલીસથી બચતો આવેલા આ હત્યારા પર  પણીપત પોલીસે પાંચ હજાર રૂપિયાનો પુરસ્કાર પણ જાહેર કર્યો હતો.
બાગપત પોલીસના જણાવ્યા પ્રમાણે હત્યારો છેલ્લા 19 વર્ષથી હપુર બાગપત જિલ્લાના હાપુડ ગામના મંદિરમાં છુપાઈને રહી રહ્યો હતો.  પોલીસે તેની પાસેથી પિસ્તોલ અને જીવંત કારતુસ પણ ઝપ્ત કરી છે. હત્યારો  ઓમબીર ઉર્ફે ટુંડા જેની ઉમર 42 વર્ષ છે તે પાણીપતનાં શિમલખા ગામમાં મહેન્દ્ર નામનાં વ્યક્તિનાં ઘરમાં આવેલી પશુપાલક ડેરીમાં કામ કરતો હતો. દરમ્યાન ઓમબીરને સહકર્મચારી સતીષ અને રામકિશન સાથે કોઇ વિવાદ થયો હતો. આ વિવાદ અંતે ઓમબીર દ્રારા રાકેશ અને સતીશની હત્યામાં પરીણમ્યો હતો.  આ મામલે પોલીસ દ્રારા સાત- આઠ લોકો સામે  કેસની નોંધણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ધરપકડ કરેલ તમામને જેલ હવાલે કર્યા હતા. જ્યાથી ઓમબીર ફરાર થઇ ગયો હતો તો ફરારી દરમ્યાન ઓમબીર દ્રારા મહેન્દ્રની પણ હત્યા કરવામા આવી હોવાની પણ આશંકા છે.
arrestefd54 જાણો કેમ બચીને રહ્યો આ હત્યારો 19 વર્ષ સુધી પોલીસથી, શું થયું પછી ?

બીજી બાજુ, હત્યારો ઓમબીર બાગપત જિલ્લાના હાપુડનાં સિંભાવલી પાસે આવેલા જમાલપુર ગામના મંદિરમાં બાબા રાકેશનાથનાં નામનાં  એક સાધુ તરીકે મંદિરમાં રહેતો હતો. મંગળવારે સાંજે તે જમલપુર મંદિરમાં ભંડારાનું આમંત્રણ આપવા માટે બમણમોલી , વિસ્તારના હનુમાન મંદિરમાં આવ્યા હતા. અને પોલીસ સાથે ભેટો થઇ થતા પોલીસે તેને ઓળખી પાડ્યો હતોઅને ધરપકડ કરી હતી.  ધરપકડ  વખતે પણ પોલીસે તેને પાસેથી એક પિસ્તોલ અને જીવંત કારતુસ ઝપ્ત કર્યા હતા.

ફોન અને સંબંધીઓથી રહેતો હતો દુર
ખૂની મંદિરમાં પૂજારી રાકેશનાથ તરીકે રાહેતો હતો. તેમણે ફોન પર ક્યારેય વાત કરી ન હતી અથવા કુટુંબ – પરિવારનો સંપર્ક પણ કર્યો ન હતો કર્યો. આ જ કારણ છે કે પોલીસ તેને ઘણા વર્ષોથી શોધી શકી નહીં.

હરિયાણા પોલીસ મૃત  હત્યારાને મૃત જાહેર કરી દીધો હતો  
હરિયાણા પોલીસ દ્રારા હત્યાનાં ઘર અને બીજા ઠેકાણા પર અનેક વાર છાપામારવામાં આવ્યા અને તેને તાબે થઇ જવાની ઘમકી પણ આવામાં આવી હતી. પરંતુ તો પણ હત્યારે શરણે ન આવતા, પોલીસે તેને મૃત માની અને મરેલો જાહેર કરી દીધો હત. ત્યારબાદ પોલીસે તેને શોધી કરવાનું પણ બંધ કરી દીધું હતું

સિંભખોલીનાં ઇન્શપેક્ટે દોઘાટનાં SOને અભિનંદન આપ્યા 

બેવળી હત્યાનાં ફરાર આરોપીની 19 વર્ષ પછી ધરપકડ કરવામા આવતા ઘટના સ્થળના ઉચ્ચ પોલીસ અધિકારી દ્રારા દોધાટનાં SOને અભિનંદન આપવામા આવ્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.