પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન પોતાના જ દેશમાં હવે ઘેરાઇ ગયા છે. વિરોધ પક્ષોએ બુધવારે આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન ઇમરાન ખાને અમેરિકાની તેમની મુલાકાત દરમિયાન આંતરરાષ્ટ્રીય સમુદાયને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. તે સૌથી મોટા જૂઠ્ઠા અને આતંકવાદીઓનાં વકીલ છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) નાં મહાસચિવ નફીસા શાહે કહ્યું હતું કે, ખાનને આતંકવાદી હુમલાનાં પીડિતો ‘દાઢી વિનાનાં તાલિબાન ખાન’ માની રહ્યા છે.
નફીસા શાહ આટલુ કહીને ન રોકાયા તેમણે આગળ કહ્યું કે, વડા પ્રધાન ઇમરાન ખાન ફક્ત ભ્રષ્ટ નથી પરંતુ આતંકવાદીઓનાં એક વકીલ પણ છે. તેમણે જણાવ્યું હતું કે, ઈમરાન ખાનને આત્મવિશ્વાસ સાથે જુઠ્ઠુ બોલવા બદલ ગ્લોબલ્સ પુરસ્કાર એનાયત કરવો જોઇએ. આત્મવિશ્વાસ સાથે જૂઠ્ઠુ બોલવુ આભ્યાસની સાથે જ આવડે છે. તેઓ દાયકાઓથી આ કરી રહ્યા છે.
શાહે એમ પણ કહ્યું કે, ઇમરાન ખાન આંતરરાષ્ટ્રીય સમુદાયને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે, જ્યારે સત્ય એ છે કે તે છેલ્લા 20 વર્ષથી લોકશાહી વિરુદ્ધ ષડયંત્રમાં એક ખાસ કડી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, ઇમરાન ખાન ક્યારેય ડેમોક્રેટ નહોતા કારણ કે તેમણે સંસદ પર ત્યારે હુમલો કર્યો જ્યારે તે વિપક્ષમાં હતા અને હવે અંદરથી કરી રહ્યા છે, જ્યારે તેઓ સરકરામાં છે. ઇમરાન ખાનમાં તાલિબાનની જેમ સહનશીલતા ઓછી છે. તે તાલિબાનની જેમ અસંમતની કોઈ વાતોનો સામનો કરી શકતા નથી. તેની અક્ષમતા છુપાવવા માટે, તે વિરોધ પક્ષને દોષી ઠેરવે છે.
પાકિસ્તાનનાં અન્ય મુખ્ય વિરોધ પક્ષ પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (પીએમએલ-એન) અને નેશનલ એસેમ્બલીમાં વિપક્ષ નેતા શાહબાઝ શરીફે જણાવ્યું કે, વડાપ્રધાન ખાનને દેશમાં મીડિયાને નિયંત્રિત કરવાની જરૂરત જણાવતા પોતાની “તાનાશાહી માનસિકતા” ને ઉજાગર કરી છે. શાહબાઝે કહ્યું, “અમેરિકામાં ઇમરાન નિયાઝીએ મીડિયાને અંકુશમાં લેવાની જરૂરિયાત સમજાવીને તેમની તાનાશાહ વિચારસરણી પર પ્રકાશ પાડ્યો હતો. તે જૂઠું બોલે છે કે મીડિયા તેમની સરકારમાં મુક્ત છે, જ્યારે મીડિયા ખરાબ પ્રકારની સેન્સરશીપમાંથી પસાર થઈ રહ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન જેમને પોતાના દેશનાં રાજનેતાઓ જ તાનાશાહ સાથે સરખાવતા હોય તે હવે કાશ્મીર મુદ્દાને લઇને અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાર્તાલાભા કરી રહ્યા છે, જેમા તે મધ્યસ્થતાની પણ વાતો કરે છે, ત્યારે જો તેમના દેશમાં તેમની કોઇ ઇજ્જત ન હોય ત્યારે ભારત કાશ્મીર મુદ્દે ઇમરાન ખાન પર કેટલો ભરોસો મુકી શકે તે જોવાનુ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
