Not Set/ PM MODI પાસે જાણો કેટલી સંપતિ છે ?

પીએમ મોદીએ તેમના ઘણા મંત્રીઓની જેમ શેરબજારમાં કોઈ રોકાણ કર્યું નથી. પીએમની વેબસાઇટ અનુસાર, તેમની પાસે 8.9 લાખ રૂપિયાનું રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર છે

India
Untitled 315 PM MODI પાસે જાણો કેટલી સંપતિ છે ?

ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન સરકારે નક્કી કર્યું હતું કે જાહેર જીવનમાં વધુ પારદર્શિતા લાવવા માટે તમામ કેન્દ્રીય મંત્રીઓએ નાણાંકીય વર્ષના અંતે સ્વેચ્છાએ પોતાની સંપત્તિ અને જવાબદારીઓ જાહેર કરવી પડશે.  ત્યારે અત્યારના વડાપ્રધાન મોદીએ પણ પોતાની સંપત્તિ જાહેર કરી છે. સત્તાવાર આંકડાઓ અને નવી જાહેરાત મુજબ પીએમ મોદીની કુલ સંપત્તિમાં 22 લાખ રૂપિયાનો વધારો થયો છે. હાલમાં, તેમની કુલ સંપત્તિ રૂ. 3.07 કરોડ છે, જ્યારે ગયા વર્ષે તેમની કુલ સંપત્તિ રૂ. 2.85 કરોડ હતી.

આ પણ વાંચો :આ ટીમ Playoff થી લગભગ થઇ ગઇ છે બહાર, રોહિતની ટીમ માટે પણ કપરા ચઢાણ

શેરબજારમાં કોઈ રોકાણ
પીએમ મોદીએ તેમના ઘણા મંત્રીઓની જેમ શેરબજારમાં કોઈ રોકાણ કર્યું નથી. પીએમની વેબસાઇટ અનુસાર, તેમની પાસે 8.9 લાખ રૂપિયાનું રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર છે. આ સિવાય તેમની પાસે 1.5 લાખ રૂપિયાની જીવન વીમા પોલીસી અને L&T ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ્સ છે, જે તેમણે 2012 માં 20,000 રૂપિયામાં ખરીદ્યા હતા. પીએમ મોદીની સંપત્તિમાં વધારો મુખ્યત્વે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ગાંધીનગર શાખામાં તેમની ફિક્સ્ડ ડિપોઝિટને કારણે થયો છે. પીએમ મોદીની જાહેરાત મુજબ, 31 માર્ચ સુધી ફિક્સ્ડ ડિપોઝિટની રકમ 1.86 કરોડ હતી, જ્યારે ગયા વર્ષે તે 1.6 કરોડ હતી.

પીએમ મોદી પાસે કોઈ વાહન નથી,
જોકે કરોડોની સંપત્તિ ધરાવતા પીએમ મોદી પાસે કોઈ વાહન નથી. તેની પાસે 1.48 લાખની ચાર સોનાની વીંટીઓ છે. 31 માર્ચ 2021 ના ​​રોજ તેમનું બેંક બેલેન્સ 1.5 લાખ રૂપિયા હતું અને તેમની પાસે 36,000 રૂપિયા રોકડ છે. 2014 માં પીએમ બન્યા બાદ મોદીએ કોઈ નવી સંપત્તિ ખરીદી નથી. 2002 માં ખરીદેલી તેની એકમાત્ર રહેણાંક મિલકતની કિંમત 1.1 કરોડ રૂપિયા છે. તે એક સંયુક્ત સંપત્તિ છે અને તેમાં પીએમનો માત્ર એક ચતુર્થાંશ હિસ્સો છે. કુલ 14,125 સ્ક્વેર ફૂટ પ્રોપર્ટીમાંથી 3,531 સ્ક્વેર ફૂટ પીએમ મોદીની માલિકીની છે.

આ પણ વાંચો :જાણો ઓક્ટોબરમાં કેટલા દિવસ બેંક બંધ રહેશે …