Recipe/ 16 ઇંચનો પહોળો અને જાડો પિત્ઝા બનાવવા માટેની રીત

16 ઇંચનો પહોળો અને જાડો પિત્ઝા બનાવવા માટે જોઈશે નીચે મુજબની સામગ્રી..

Food Lifestyle
pizza 16 ઇંચનો પહોળો અને જાડો પિત્ઝા બનાવવા માટેની રીત

એક 16 ઇંચનો પહોળો અને જાડો પિત્ઝા બનાવવા માટે જોઈશે નીચે મુજબની સામગ્રી..

પિત્ઝા બનાવવા માટેની સામગ્રી:
3 કપ પિત્ઝા લોટ અથવા મેંદો
1 1/4 (સવા) કપ વોર્મ વોટર
2 ટેબલસ્પૂન યિસ્ટ
મીઠું
3 ટેબલસ્પૂન ઓલિવ ઓઇલ
2 ટેબલસ્પૂન ઇટાલિયન હર્બ્સ
2 ટેબલસ્પૂન ગાર્લિક પાવડર

પિત્ઝા બનાવવા માટેની રીત:
1 1/4 (સવા) કપ વોર્મ વોટર લઇ તેમા 2 ટેબલસ્પૂન યિસ્ટ, અને 1 ટેબલસ્પૂન સુગર ઉમેરીને, બરાબર મિક્ષ કરીને 10 મિનિટ સુધી યિસ્ટ ને ફુલવા દીધી. તેમાં મિઠુ ,3 ટેબલસ્પૂન ઓલિવ ઓઇલ, 2 ટેબલસ્પૂન ઇટાલિયન હર્બ્સ (તેના બદલે જીરુ પાવડર પણ ચાલે) 2 ટેબલસ્પૂન ગાર્લિક પાવડર ઉમેરીને ફરી મિક્ષ કરો. પછી તેમાં પિત્ઝા લોટ ઉમેરીને બરાબર મિક્ષ કરો.આ લોટની ઉપર સહેજ ઓલિવ ઓઇલ લગાવી તેને 1 કલાક સુધી તેનાથી ડબલ મોટા બાઉલમાં ઢાંકીને રાખો. તમારો લોટ મસ્ત ફુલીને ડબલ સાઇઝનો થઇ જશે…. બાઉલ એટલે મોટો લેવાનો.

આ લોટને ફરી મસળો, મસળતા સમયે હાથને અને બાઉલને લોટ કે ઓઇલ વાળા કરી લેવા જેથી લોટ ચોંટે નહીં.

હવે જે ટ્રે માં પિત્ઝા બનાવવા હોય તે ટ્રે ને પણ કોરા લોટ કે ઓઇલથી લ્યુબ કરી લો. તેના પર પિત્ઝા લોટને હાથથી જ જોઇતી સાઇઝ, થિકનેસ માં થપથપાવીને પાથરી દો. તેના પર ગોબા પુરીની જેમ ચમચી કે ચપ્પાથી નાના નાના કાપા પાડી દેવા જેથી પિત્ઝા પુરીની જેમ ફુલે નહીં.

જો થીન ક્રસ્ટ પિત્ઝા કરવા હોય તો આટલા જ લોટ માંથી બે પિત્ઝા બનાવી શકાય, અને સ્ટફ્ડ ક્રસ્ટ બનાવવો હોય તો એક બનશે, આની સાઇઝમાં પણ જોઇતા ફેરફાર કરી શકાય છે.

થીન ક્રસ્ટ પિત્ઝા ભાખરી જેવો બનશે તો સ્ટફ્ડ ક્રસ્ટ એ નાન જેવો… એની ધારમાં પણ તમે ચિઝ ભરીને જાડી ધારનો પિત્ઝા બનાવી શકો છો…

350 ફેરનહીટ પર પ્રિહીટેટ કરેલા ઓવનમાં એ ટ્રે ને 15 મિનિટ માટે કુક થવા દો. જ્યારે તેનો કલર લાઇટ બ્રાઉન થાય એટલે બહાર કાઢી લો. ઓવનને ચાલુ જ રહેવા દો.
તેના પર પિત્ઝા સોસ, ચિઝ, જોઇતા ટોપિંગ્સ, મસાલા મુકીને ફરી ચાલુ ઓવનમાં 15 મિનિટ મુકી દો. આ સમય મુકેલા ટોપિંગ્સ પર આધાર રાખે છે. પિત્ઝા સોસ ઉપરાંત લીલી કોથમીર ચટણી, વ્હાઇટ પિત્ઝા સોસ, પેસ્ટો પણ મુકી શકાય, મસાલામાં અથાણાનો મેથિયા મસાલો પણ વાપરી શકાય. અને પોતાની રીતે અવનવા મસાલા ચટણી મુકીને નવા અખતરા પણ કરી શકાય….
પણ પિત્ઝા એ પિત્ઝા છે, રોટલા કે ભાખરી નથી. તેથી તેને પિત્ઝાની જેમ જ ખાઇ શકાય.
ચિઝ બરાબર મેલ્ટ થઇ જાય અને મુકેલા ટોપિંગ્સ બરાબર કુક થઈ જાય ત્યાં સુધી ઓવનમાં મુકી રાખો…
પિત્ઝા તૈયાર થતા તેને ગરમ ગરમ જ ખાવો.