Not Set/ બાળકને થતો માથાનો દુખાવો ક્યાંક ઓનલાઈન એજ્યુકેશનને લઈને થતો માઈગ્રેન તો નથી ને ? વાલીઓએ શું કરવું ?

એક સમય હતો કે જ્યારે તીવ્ર માથાના દુખાવા તરીકે ઓળખાતો માઈગ્રેન અમુક ઉંમર અને વર્ગના લોકોને થતો હતો. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે હવે યુવાનો કે વડીલોને જ નહીં પરંતુ કિશોરોને

Health & Fitness Lifestyle
kids hedach બાળકને થતો માથાનો દુખાવો ક્યાંક ઓનલાઈન એજ્યુકેશનને લઈને થતો માઈગ્રેન તો નથી ને ? વાલીઓએ શું કરવું ?

માતૃત્વ : ભાવિની વસાણી

એક સમય હતો કે જ્યારે તીવ્ર માથાના દુખાવા તરીકે ઓળખાતો માઈગ્રેન અમુક ઉંમર અને વર્ગના લોકોને થતો હતો. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે હવે યુવાનો કે વડીલોને જ નહીં પરંતુ કિશોરોને પણ એવો માથાનો દુખાવો થઇ શકે છે. WHO ના રિપોર્ટ પ્રમાણે કિશોરાવસ્થામાં પણ માથાનો દુખાવો થાય છે. અને જેને તમે તીવ્ર માથાના દુખાવા તરીકે ઓળખાવો છો તે માઈગ્રેન પણ હોઈ શકે છે. આ માથાના દુખાવાના કારણે બાળક ચીડચીડું થાય, તેને ઊલટી થાય, પેટ માં ચૂક આવે,તેને અવાજ કે પ્રકાશથી તકલીફ થાય વગેરે લક્ષણો જોવા મળે તો તેને હળવાશથી ન લેવા જોઈએ.બાળકો અને કિશોરોમાં આ પ્રકારનો માથાનો દુખાવો થવો એ હવે એક સામાન્ય બાબત થઈ ગઈ છે. વધારે પડતા કામ કે પછી તીવ્ર દબાણના કારણે પણ આ માથાનો દુખાવો થઇ શકે છે. દરેક વખતે થતો માથાનો દુખાવો એ માઈગ્રેન જ હોય તે જરૂરી નથી. સંશોધનોમાં એ બાબત સામે આવી છે કે શાળાએ જતા 75 ટકા બાળકોમાં કયારેકને કયારેક તો માથાનો દુખાવો થાય છે. જેમાંથી 10 ટકા બાળકોને તીવ્ર દુખાવો થતો હોય છે. જેનું એક કારણ ઓનલાઈન એજ્યુકેશન પણ હોઈ શકે છે.

matrutv 2 બાળકને થતો માથાનો દુખાવો ક્યાંક ઓનલાઈન એજ્યુકેશનને લઈને થતો માઈગ્રેન તો નથી ને ? વાલીઓએ શું કરવું ?

કઈ રીતે ઓળખશો કે બાળકને માઈગ્રેન છે કે નહીં?

વર્તમાનના તનાવ ભર્યા માહોલમાં માત્ર મોટાઓને જ નહીં પરંતુ બાળકોને પણ માથાનો દુખાવો થાય છે તે થોડું વિચિત્ર લાગે છે. બાળકોને માથાના દુખાવાનું કારણ શું હોય છે ? ઘણા સંશોધનોમા એ બાબત સામે આવી છે કે બાળકોને માથાના દુખાવાની સમસ્યા માટે ઘણા બધા કારણો જવાબદાર હોય શકે છે, અને ઘણા પ્રકારે થઈ શકે છે. જેમકે માઈગ્રેન, ક્લસ્ટર, સેમી ક્રોનિયા, પેરાકસીમલ જેવી આંતરિક પ્રક્રિયાઓ અને અન્ય ગંભીર બિમારીઓના કારણે પણ થઈ શકે છે.

ઘણી વખત બાળકોને માથાનો દુખાવો થતો હોય છે, પરંતુ તેઓ તે બાબતને રજૂ કરી શકતા નથી કે ખરા અર્થમાં તેમને શું થઈ રહ્યું છે. એવામાં તેની કેટલાક વિચિત્ર વર્તન દ્વારા તેમની સમસ્યાઓને તમે જાણી શકો છો.
જેમ કે બાળક હિંસક થઈ જાય, ચીડ ચીડ થઈ જાય, સામાન્ય કરતા વધારે ગુસ્સો કરવા લાગે વગેરે લક્ષણો પણ હોઈ શકે છે. ચાલો જાણીએ બાળકોને થતા માથાના દુખાવા કયા પ્રકારના હોય છે.

ક્લસ્ટર

જો કોઈ બાળકોને માથાનો દુખાવો અઠવાડિયામાં પાંચથી વધુ વખત થાય અને તે 15 મિનિટ થી લઈને ત્રણ કલાક સુધી ચાલે છે, તો સમજી લેવું કે તેને આ સમસ્યા હોઈ શકે છે. જેમાં માથામાં એક તરફ નહિ બંને તરફ દર્દ કે વધારે ગુસ્સો આવવો કે આંખમાંથી પાણી આવવું સમસ્યા સામાન્ય હોઈ શકે છે.

માઇગ્રેન

ડબલ્યુ.એચ.ઓના રિપોર્ટ પ્રમાણે બાળકોને માથાના દુખાવાનું કારણ માઇગ્રેન પણ હોઈ શકે છે. તીવ્ર માથાના દુખાવાના કારણે બાળક ચીડ્યું થઈ જાય છે, ઉબકા કે ઉલટી થાય છે, તેને અવાજ કે પ્રકાશથી તકલીફ થાય છે. તેમજ એક તરફ માથામાં ઉપરની બાજુએ દુખાવો થાય છે

તનાવના કારણે માથાનો દુખાવો

બાળકો અને કિશોરોમાં તનાવના કારણે માથાનો દુખાવો થવો એક સામાન્ય બાબત બની ગઈ છે વધારે કામ કે અન્ય કારણસર બાળકને થાક કે તનાવ રહેવા લાગે છે. જેના કારણે માથા અને ગરદનના ટિશ્યુઝમાં સામાન્ય બ્લડ સર્ક્યુલેશન થઈ શકતું નથી.જો બાળકને આ કારણે માથાનો દુખાવો થઈ રહ્યો હોય તો તેને માથામાં બંને બાજુ પર દુખાવો થાય છે. હાઈ બ્લડપ્રેશર, તાવ કે પછી ગરદનમાં કોઈ જગ્યાએ દુખાવો થતો હોઇ શકે છે.

kids hedech 2 બાળકને થતો માથાનો દુખાવો ક્યાંક ઓનલાઈન એજ્યુકેશનને લઈને થતો માઈગ્રેન તો નથી ને ? વાલીઓએ શું કરવું ?

અન્ય કારણો

બાળકોને ઋતુગત સમસ્યાના કારણે કે ઇન્ફેક્શનના કારણે પણ માથાનો દુખાવો થઇ શકે છે.

આ સિવાય વધારે થાક કે તાણનો અનુભવ થવો.

વધારે પડતું કોમ્પ્યુટર, પછી ટીવી, મોબાઇલ વગેરેના કારણે માથું દુઃખી શકે છે.

મગજમાં ગાંઠ કે ટ્યૂમર થવાથી પણ દુખાવો થઈ શકે છે.

વાલીઓ કઈ રીતે અપાવશો છુટકારો ?

* બાળકો કે કિશોરોને માથાના દુખાવાની સમસ્યા હોય તો તેને કોઈપણ પ્રકારની દવા દેતા પહેલા ડોક્ટર પાસે લઈ જવા જોઈએ.

* ડોક્ટરની સલાહ વિના કોઈપણ પ્રકારની દવા તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા સમાન સાબિત થઈ શકે છે.

* આ સિવાય બાળકોને સારી ઊંઘ, સારો ખોરાક અને યોગ્ય જીવનશૈલીનું પાલન કરવું જોઈએ.

* બાળકની રોજિંદી પ્રવૃત્તિઓનું ધ્યાન રાખો અને જો બાળકોને કોઇ પણ પ્રકારની સમસ્યા હોય તો ખુલીને વાતચીત કરો. જેથી તમને ખુલીને જણાવી શકે અને કોઈ પણ પ્રકારના તાણનો ભોગ ન બને.

majboor str 4 બાળકને થતો માથાનો દુખાવો ક્યાંક ઓનલાઈન એજ્યુકેશનને લઈને થતો માઈગ્રેન તો નથી ને ? વાલીઓએ શું કરવું ?