Business/ દેશની આર્થિક વૃદ્ધિ કેવી રહેશે? નિર્મલા સીતારમણેની આ વાતથી તમારું પણ દિલ થઈ જશ ખુશ

સીતારમને એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, પ્રવૃત્તિઓ પર આધારિત અંદાજો સૂચવે છે કે અમે ચોક્કસપણે 7.4 ટકાના સ્તર પર હોઈશું અને અન્ય સંસ્થાઓની વૃદ્ધિની આગાહીનો…

Top Stories Business
India Economic Growth

India Economic Growth: દરેક દેશ માટે તેની અર્થવ્યવસ્થા ખૂબ જ મહત્વપૂર્ણ છે. મજબૂત અર્થવ્યવસ્થાથી દેશ પ્રગતિ તરફ આગળ વધી શકે છે. તો હવે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ભારતના અર્થતંત્રના વિકાસ વિશે વાત કરી છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થા નાણાકીય વર્ષ 2022-23માં 7.4 ટકાના દરે વૃદ્ધિ કરશે. તેમણે કહ્યું કે આ ગતિ આગામી નાણાકીય વર્ષમાં પણ ચાલુ રહેશે. આ સાથે નિર્મલા સીતારમણે મફત ભેટો અંગે નક્કર ચર્ચાની જરૂરિયાત વ્યક્ત કરી છે.

સીતારમને એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, પ્રવૃત્તિઓ પર આધારિત અંદાજો સૂચવે છે કે અમે ચોક્કસપણે 7.4 ટકાના સ્તર પર હોઈશું અને અન્ય સંસ્થાઓની વૃદ્ધિની આગાહીનો ઉલ્લેખ કર્યો. સીતારમણે જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેન્કે આગામી બે નાણાકીય વર્ષ માટે ભારતનો વિકાસ દર સૌથી ઝડપી રહેવાનો અંદાજ મૂક્યો છે અને તેમનો અંદાજ પણ ભારતીય રિઝર્વ બેન્કના અંદાજ સાથે મેળ ખાય છે.

નાણામંત્રીએ કહ્યું કે વૈશ્વિક પરિસ્થિતિ સતત પડકારરૂપ બની રહી છે અને પરિસ્થિતિ અંગે સાવચેત રહેવાની જરૂર છે. તેમણે કહ્યું કે નિકાસ ક્ષેત્રે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, કારણ કે વૈશ્વિક વૃદ્ધિ ધીમી પડી છે. સરકાર આ સંસ્થાઓ સાથે મળીને કામ કરશે, જેથી તેઓ પ્રતિકૂળતાનો સામનો કરી શકે. સીતારમણે વધુમાં જણાવ્યું કે મફત ભેટો પર નક્કર ચર્ચાની જરૂર છે. તો તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ચૂંટણી પહેલા વચનો આપતી રાજકીય પાર્ટીઓએ ખર્ચની કાળજી લેવા માટે બજેટમાં જોગવાઈ કરવી જોઈએ, અને અન્ય સંસ્થાઓ પર બોજ ન નાખવો જોઈએ. નાણાપ્રધાને કહ્યું કે વીજ વિતરણ કંપનીઓ અને જનરેશન કંપનીઓને આવી મફત સુવિધાઓનો માર સહન કરવો પડે છે.

આ પણ વાંચો: National / આઝાદના રાજીનામાથી ગુસ્સે ભરાયેલા મનીષ તિવારીએ કહ્યું- પાર્ટીને 42 વર્ષ આપ્યા, દૂર કરવાની કોશિશ કરી તો…

આ પણ વાંચો: Sonali Phogat death case / સોનાલી ફોગાટના પરિવારનો દાવો – PAએ પ્રોપર્ટીના મામલે તેની હત્યા કરી, દીકરી પણ જોખમમાં

આ પણ વાંચો: નવી દિલ્હી / BJP માં માસ્ટર છે પીએમ મોદી, અમિત શાહ નથી લેતા કોઈ નિર્ણય: સ્વામી