જો કોઈ પરેશાન હોય અને એકવાર તમે તેને હગ કરી લો, તો તે તેની બધી પરેશાનીઓ ભૂલી જાય છે. પરંતુ જો વાત પાર્ટનરને હગ કરવાની છે, તો તે એટલું સરળ નથી હોતું અને આવામાં જો દિવસ 12 ફેબ્રુઆરી એટલે કે હગ ડે હોય, તો વાત જ કંઇક જુદી છે. જી હા મિત્રો, ઘણા લોકો માને છે કે હગ કરવું ખૂબ જ સરળ છે, પરંતુ એવું નથી. જો તમે હગ ડે પર તમારા પાર્ટનરને હગ કરવા જઇ રહ્યા છો, તો તમારે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ અને કંઇપણ એવું ન કરવું જોઈએ જેનાથી તમારા પાર્ટનરને દુઃખ થાય. તો આવો આજે અમે તમને જણાવીએ કે હગ કરતા સમયે શું ધ્યાન રાખવું જોઈએ….
ન થાવ વધુ પડતા ઓવર એક્સાઇટેડ
સૌ પ્રથમ, હગ કરતી વખતે અતિ ઉત્સાહિત ન થાઓ. પહેલા તમારા પાર્ટનરને આઈ કોન્ટેક્ટ કરો, પછી તેમને સ્મિત સાથે હગ કરો. આ પછી, તેમને પ્રેમથી ગળે લાગો અને આ ક્ષણને એન્જોય કરો.

પહેલી વાર કરી રહ્યા છો હગ
જો તમે તમારા પાર્ટનરને પ્રથમ વખત હગ કરવા જઇ રહ્યા છો, તો લાંબી હગ ન કરો. આ કરવાથી તમારા પાર્ટનરને અનકમ્ફર્ટેબલ થઇ શકે છે.

હગ કરતા અચાનક દૂર ન થઇ જાવ
જ્યારે તમે તમારા પાર્ટનરને હગ કરો છો, ત્યારે તે એક રોમેન્ટિક ક્ષણ હોય છે. તો આ રીતે, હગ કરતા અચાનક દૂર ન જશો. તેનાથી તમારા પાર્ટનરને થોડુ અનકમ્ફર્ટેબલ લાગી શકે છે.

કેમ કરે છે સેલિબ્રેટ હગ ડે
એવું કહેવામાં આવે છે કે હગ ડે દંપતીના સંબંધોમાં એક પગલું આગળ હોય છે. સંબંધની શરૂઆતમાં, તમે પ્રથમ પગલું ભરીને એકબીજા સાથે કમ્ફર્ટેબલ થાવ છો. ઘણી વાર, જ્યારે તમે હતાશ થશો, ત્યારે તમારા પાર્ટનરને હગ કરીને રીલેક્સ અનુભવો છો.

રિલેશનશિપમાં કમિટમેન્ટ અને પ્રેમ ફિલ કરવા માટે હગ ખૂબ મહત્વનું છે. જ્યારે પણ તમારા પાર્ટનર ઇન્સીક્યોરનો અનુભવ કરે છે, ત્યારે તેમને હગ કરો.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
