Not Set/ વિશાળ પાણીની ટાંકી જોત જોતામાં થઇ ધ્વસ્ત, વીડિયો વાયરલ

પશ્ચિમ બંગાળનાં બાંકુરામાં પાણીથી ભરેલી વિશાળ ટાંકી જોત જોતામાં ધ્વસ્ત થઈ ગઈ. થોડીક જ સેકંડમાં પાણીની ટાંકી ધ્વસ્ત થઇ ગઇ જેના કારણે વિસ્તારમાં ખળભળાટ મચી ગયો. પાણીની ટાંકી પડી ગયા બાદ પાણીનો પુરવઠો અટકી પડ્યો હતો સાથે જ આખો વિસ્તાર પાણી-પાણી થઇ ગયો હતો. સ્થાનિકોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટરોની બેદરકારીને કારણે આ ટાંકી પડી હતી. […]

India Videos
Water Tank Distroy વિશાળ પાણીની ટાંકી જોત જોતામાં થઇ ધ્વસ્ત, વીડિયો વાયરલ

પશ્ચિમ બંગાળનાં બાંકુરામાં પાણીથી ભરેલી વિશાળ ટાંકી જોત જોતામાં ધ્વસ્ત થઈ ગઈ. થોડીક જ સેકંડમાં પાણીની ટાંકી ધ્વસ્ત થઇ ગઇ જેના કારણે વિસ્તારમાં ખળભળાટ મચી ગયો. પાણીની ટાંકી પડી ગયા બાદ પાણીનો પુરવઠો અટકી પડ્યો હતો સાથે જ આખો વિસ્તાર પાણી-પાણી થઇ ગયો હતો. સ્થાનિકોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટરોની બેદરકારીને કારણે આ ટાંકી પડી હતી.

ઘટના સમયે કેટલાક લોકો સ્થળ પરથી પસાર થઈ રહ્યા હતા, પરંતુ ટાંકીમાં તિરાડો જોઇને તેઓ અટકી ગયા હતા. તેમાંથી એક શખ્સે પાણીની ટાંકી પડી રહી હોવાનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.