Not Set/ માનવતા લજવાઇ !! બિહારમાં નીલગાયને જીવતી જ દફનાવવામાં આવી, JCB ડ્રાઈવર પર દાખલ કરાઇ FIR

બિહારમાં નીલગાયને કારણે ખેડૂતોનાં પાકને ભારે નુકસાન થતુ આવ્યુ છે. ખેડૂતોની ફરિયાદનાં આધારે અહીં નીલગાયની મોટા પાયે હત્યા કરવામાં આવી રહી છે. વન વિભાગે આ માટે કેટલાક શૂટર્સ પણ હાયર કર્યા છે. રાજ્યનાં વૈશાલી જિલ્લામાં છેલ્લા ચાર દિવસોમાં આશરે 300 નીલગાયનાં મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ અહીંથી જ નીલગાયની હત્યાની એક […]

Top Stories India
nilgai માનવતા લજવાઇ !! બિહારમાં નીલગાયને જીવતી જ દફનાવવામાં આવી, JCB ડ્રાઈવર પર દાખલ કરાઇ FIR

બિહારમાં નીલગાયને કારણે ખેડૂતોનાં પાકને ભારે નુકસાન થતુ આવ્યુ છે. ખેડૂતોની ફરિયાદનાં આધારે અહીં નીલગાયની મોટા પાયે હત્યા કરવામાં આવી રહી છે. વન વિભાગે આ માટે કેટલાક શૂટર્સ પણ હાયર કર્યા છે. રાજ્યનાં વૈશાલી જિલ્લામાં છેલ્લા ચાર દિવસોમાં આશરે 300 નીલગાયનાં મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ અહીંથી જ નીલગાયની હત્યાની એક તસ્વીર સામે આવી છે જે માનવતાને લજવી રહી છે. અહીં નીલગાયને જેસીબીની મદદથી એક ખાડામાં ધકેલી દેવામાં આવી હતી અને ત્યારબાદ તેના પર માટી નાખીને તેને જીવતી દફન કરવામાં આવી હતી.

nilgai 1 માનવતા લજવાઇ !! બિહારમાં નીલગાયને જીવતી જ દફનાવવામાં આવી, JCB ડ્રાઈવર પર દાખલ કરાઇ FIR

આ ક્રૂર અને અમાનવીય કૃત્ય માટે વન વિભાગની આકરી ટીકા થઈ રહી છે. આ મામલે એક વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. અહી સ્પષ્ટ થાય છે કે નીલગાયને કેવી રીતે જીવતી જ દફનાવવામાં આવી હતી અને બાદમાં તેના પર માટી રેડી તેને દફનાવવામાં આવી હતી. વન વિભાગને આ ક્રુરતા માટે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આ કેસમાં જેસીબી ડ્રાઇવર વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. ભગવાનપુર પોલીસ સ્ટેશનમાં જેસીબી ચાલક વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ છે.

nilagai 5 માનવતા લજવાઇ !! બિહારમાં નીલગાયને જીવતી જ દફનાવવામાં આવી, JCB ડ્રાઈવર પર દાખલ કરાઇ FIR

ખેડૂતોનાં પાકને નીલગાયથી બચાવવા માટે રિપોર્ટ્સ આપવામાં આવ્યા છે, જો કે તેને જોઇને ગોળી મારવાનો આદેશ આપવામા આવ્યો છે, પરંતુ એ પણ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, ગોળી ચલાવ્યા પછી નીલગાયનું મોત ન થાય ત્યા સુધી તેને દફન કરવામાં ન આવે. પરંતુ અહીં તમામ નિયમો તાર-તાર થતા જોવા મળ્યા હતા જ્યારે નીલગાયને જીવતી જ દફનાવવામાં આવી હતી. આ મામલો સામે આવ્યા બાદ અને ચારેબાજુથી ઘેરાયા બાદ હવે વન વિભાગે તેની તપાસ અને આ સંબંઘમાં દોશીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત કરી છે.

nill માનવતા લજવાઇ !! બિહારમાં નીલગાયને જીવતી જ દફનાવવામાં આવી, JCB ડ્રાઈવર પર દાખલ કરાઇ FIR

અધિકારીઓએ માન્યુ છે કે પાકની સુરક્ષા માટે નીલગાયને મારવી જરૂરી છે, છતાં કોઈ પણ નીલગાયને જીવતી દફનાવવી ખૂબ જ ક્રૂરતા અને હિંસક છે. તપાસ બાદ આ કેસમાં જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બિહારમાં નીલગાયથી ખેડૂતોનાં પાકને બચાવવા સરકારે વર્ષ 2016 માં તેમને મારવાની જોગવાઈ કરી હતી. આ મુજબ વિભાગનાં કર્મચારીઓ પહેલા નીલગાયને બેભાન કરશે અને પછી તેને ગોળી મારશે. તે પછી જ તેના મૃતદેહને દફનાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.