Rajkot/ રાજકોટની ઉચ્ચ શિક્ષિત યુવતી સાથે લગ્ન બાદ કેનેડામાં પતિ અને પરિવારજનો ગુજારતા આવા ત્રાસ, પોલીસ ફરિયાદ

આપણા સમાજમાં ભણેલા-ગણેલા લોકોની સંખ્યા ઓછી નથી કે જેઓ પોતાના દીકરા માટે ઉચ્ચ શિક્ષિત વહુ લાવે તો છે પરંતુ પછી તેની પાસે કામ વાળા ની જેમ કામ કરે તેવી અપેક્ષા રાખતા હોય છે.

Top Stories Gujarat
1

ધ્રુવ કુંડેલ, રાજકોટ@મંતવ્ય ન્યૂઝ

આપણા સમાજમાં ભણેલા-ગણેલા લોકોની સંખ્યા ઓછી નથી કે જેઓ પોતાના દીકરા માટે ઉચ્ચ શિક્ષિત વહુ લાવે તો છે પરંતુ પછી તેની પાસે કામ વાળા ની જેમ કામ કરે તેવી અપેક્ષા રાખતા હોય છે.રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર માવતરના ઘરે રહેતી અને લોમાં પીએચડી કરનાર જાણીતા બ્લોગર અને સામાજિક ક્ષેત્રે પણ જાગૃતિલક્ષી કામગીરી કરનાર યુવતિએ કેનેડા સ્થિત પતિ તથા રાજકોટમાં રહેતાં સાસરીયાઓ સામે ઘરકામ બાબતે તથા દહેજ બાબતે શારીરિક અને માનસીક ત્રાસ આપ્યાની ફરીયાદ નોંધાવી છે.જેમાં પતિ તેની સાથે ક્રૂરતાપૂર્વક શરીર સંબધં બાધતો તેમજ તેને કેનેડામાં એકલી મૂકી ચાલ્યો ગયો હોવા સહિતના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

Gora Trivedi: Latest News, Photos and Videos on Gora Trivedi - ABP Asmita

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે યુનિવર્સિટી રોડ પર રામપાર્કમાં રહેતાં ગૌરાબેન (ઉ.વ.૪૧) દ્રારા મહિલા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરીયાદમાં આરોપી તરીકે હાલ કેનેડામાં રહેતાં પતિ નિરવ ઘોડાસરા તેમજ રાજકોટમાં સત્યાસાંઈ હોસ્પિટલ રોડ પર સૌરભ બંગલોમાં રહેતાં સાસુ આશુબેન ઘોડાસરા, સસરા મગનભાઈ ઘોડાસરા અને નણદં કનીકા ઘોડાસરાના નામ આપ્યા છે. આ ફરીયાદમાં જણાવ્યાં મુજબ ગૌરાબેનના લગ્ન આજથી ચારેક વર્ષ પૂર્વે જાન્યુઆરી 2017 માં નિરવ ઘોડાસરા સાથે થયા હતાં અને આ તેમના બિજા લગ્ન છે. બંન્ને એકબિજાને દશેક વર્ષથી ઓળખતાં હતાં.

arrested / આ ગંભીર આરોપ હેઠળ મિસ ઇંગ્લેન્ડની એરપોર્ટ પર ધરપકડ…

આ ઉપરાંત ફરીયાદી પતિ કરતાં ઉંમરમાં દસ વર્ષ મોટા હોય છતાં બંન્ને સહમતીથી આ લગ્ન થયા હતાં.અઠવાડીયામાં જ પતિ કેનેડા નોકરી માટે જતો રહયો હતો. બાદમાં સાસુસસરા અને નણંદે પરિણીતાને મેણાટોણા મારવાનું શરૂ કરી દીધું હતું. પરિણીતા ઈતર જ્ઞાતિના હોય સાસુસસરાને પ્રથમથી જ ગમતાં ન હોય વારંવાર કહેતાં પટેલની છોકરી ઘરનું બધું કામ કરે તું આવડી મોટી હોવા છતાં તને ઘરનું કોઈ કામ આવડતું નથી.સાસરીયાઓ કહેતાં નિરવને કેનેડામાં ધંધો સેટ કરવો છે. તારા પપ્પાને કહે કે, પૈસા આપે તેમ કહી દહેજની માગણી કરતાં હતાં. ત્રણેક માસ અહીં રહયાં બાદ પરિણીતા કેનેડામાં કેલગીરી સિટીમાં જતાં રહયાં હતાં.

કૃષિ આંદોલન / પંજાબના ભાજપના નેતાઓએ કરી વડા પ્રધાન મોદી સાથે આ વાતચીત…

પરંતુ અહીં પતિ પણ સિતમ ગુજારતો હતો તે પત્નિથી દુર રહેતો અને વારંવાર ઝગડા કરતો . દારૂ પીવાની ટેવ હોય હજારો ડોલર દારૂ પાછળ ઉડાવી દેતો હતો. પત્નીએ પતિને આર્થિક રીતે મદદ કરવા માટે નોકરી કરી તેના પગારના પૈસા લઈ લેતો અને તેમ છતાં ત્રાસ આપતો હતો.પરિણીતા બિમાર પડતાં તેની સારવાર પણ કરાવી ન હતી. જેથી તેઓ રાજકોટ સારવાર માટે આવેલ ત્યારે સાસરીયાઓએ કોઈ દરકાર લીધી ન હતી.આ ઉપરાંત પરિણીતા બાળક કરવાની વાત કરતાં પતિ આ માગણી સ્વિકારતો ન હતો. બાળક બાબતે વધુ કહેતાં પતિ નિરવે કહયું હતું મને તારામાં રસ નથી મને તારા પૈસામાં રસ છે.તે પત્નીથી દૂર રહેતો હતો અને કાયરેક દારૂ પી આવી ક્રૂરતાપૂર્વક શરીર સંબધં બાંધતો હતો.

Parliament / PM મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટને સુપ્રિમ કોર્ટની લીલીઝંડી, આવું …

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…