નિમણૂક/ રાજસ્થાન હાઈકોર્ટમાં પહેલીવાર પતિ-પત્ની એકસાથે જજ બન્યા,જાણો

શુભા મહેતાના પતિ મહેન્દ્ર ગોયલ પહેલાથી જ રાજસ્થાન હાઈકોર્ટમાં જજ છે. આ પહેલીવાર છે જ્યારે પતિ-પત્ની એક જ હાઈકોર્ટમાં જજ તરીકે સાથે કામ કરશે

Top Stories India
6 10 રાજસ્થાન હાઈકોર્ટમાં પહેલીવાર પતિ-પત્ની એકસાથે જજ બન્યા,જાણો

જસ્ટિસ મહેન્દ્ર ગોયલ અને જસ્ટિસ શુભા મહેતા રાજસ્થાન હાઈકોર્ટના ઈતિહાસમાં જજ તરીકે સેવા આપનાર પ્રથમ યુગલ બન્યા છે. કેન્દ્ર સરકારના કાયદા અને ન્યાય વિભાગે શુક્રવારે શુભા મહેતા અને કુલદીપ માથુરની રાજસ્થાન હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક કરતું જાહેરનામું બહાર પાડ્યું હતું. શુભા મહેતાના પતિ મહેન્દ્ર ગોયલ પહેલાથી જ રાજસ્થાન હાઈકોર્ટમાં જજ છે. આ પહેલીવાર છે જ્યારે પતિ-પત્ની એક જ હાઈકોર્ટમાં જજ તરીકે સાથે કામ કરશે. શુભા મહેતાને ન્યાયિક અધિકારીઓના ક્વોટામાંથી જ્યારે કુલદીપ માથુરને વકીલોના ક્વોટામાંથી નિયુક્ત કરવામાં આવ્યા છે.

માથુરે રાજસ્થાન હાઈકોર્ટની જોધપુર મુખ્ય બેંચમાં પ્રેક્ટિસ કરી હતી. જસ્ટિસ મહેતા હાઈકોર્ટમાં જજ તરીકે નિયુક્ત થયા પહેલા ઉદયપુર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જજ હતા. જસ્ટિસ મહેન્દ્ર ગોયલની નિમણૂક નવેમ્બર 2019માં એડવોકેટ ક્વોટામાંથી કરવામાં આવી હતી. શુભા મહેતા અને કુલદીપ માથુરની નિમણૂક સાથે રાજસ્થાન હાઈકોર્ટમાં જજોની સંખ્યા વધીને 27 થઈ ગઈ છે. જોકે, રાજસ્થાન હાઈકોર્ટમાં જજોની મંજૂર સંખ્યા 50 છે. હજુ પણ 23 જગ્યાઓ ખાલી છે.