UP/ પ્રેમિકા સાથે રંગે હાથે ઝડપાયો પતિ, પછી થઇ જોવા જેવી, જુઓ…

મેરઠનો એક યુવક તેની પ્રેમિકા સાથે ફરવા માટે આવ્યો અને પછી ખરીદી કરવી ભારે પડી ગઇ. પત્નીએ પતિને પ્રેમિકા સાથે પકડ્યો. ત્યારબાદ જોવા જેવું થયું હતું, આ દંપતીએ લડવાનું શરૂ કરી દીધું હતું અને રસ્તા પર પણ ભારે હોબાળો મચાવ્યો હતો. પોલીસ તેમને પોલીસ સ્ટેશન લઈ આવી. આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ […]

India
meerut પ્રેમિકા સાથે રંગે હાથે ઝડપાયો પતિ, પછી થઇ જોવા જેવી, જુઓ...

મેરઠનો એક યુવક તેની પ્રેમિકા સાથે ફરવા માટે આવ્યો અને પછી ખરીદી કરવી ભારે પડી ગઇ. પત્નીએ પતિને પ્રેમિકા સાથે પકડ્યો. ત્યારબાદ જોવા જેવું થયું હતું, આ દંપતીએ લડવાનું શરૂ કરી દીધું હતું અને રસ્તા પર પણ ભારે હોબાળો મચાવ્યો હતો. પોલીસ તેમને પોલીસ સ્ટેશન લઈ આવી. આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ હતી. એકબીજા પર આરોપ લગાવતા દંપતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મેરઠના ગઢ રોડ પર નંદિની પ્લાઝા ખાતે એક યુવક ગર્લફ્રેન્ડ સાથે પહોંચ્યો હતો. આ યુવક મુઝફ્ફરનગરનો રહેવાસી છે અને મેરઠની એક ખાનગી હોસ્પિટલ ચલાવે છે. ટૂંક સમયમાં તેની પત્ની પણ નંદિની પ્લાઝા પહોંચી ગઈ. તેણે એક મહિલા સાથે તેના પતિને રંગે હાથે પકડ્યો અને ન કહેવાનું કહ્યું.

प्रेमिका के साथ रंगे हाथ पकड़ा गया पति जमकर हुआ बवाल - देखें...

ઝોમેટો કેસમાં હવે વીડિયો બનાવનારી મહિલા સામે થઈ FIR

બાદમાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. પુછપરછમાં જાણવા મળ્યું કે આ મહિલા કાંશીરામ કોલોનીની રહેવાસી છે. મહિલાએ જણાવ્યું કે તેનો પતિ બીજી મહિલા સાથે બે મહિનાથી સંપર્કમાં હતો. બાતમી મળતાં નૌચંડી પોલીસ પહોંચી હતી અને બન્ને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.

મહિલાએ જણાવ્યું હતું કે લગ્ન બાદ તેનો પતિ ઝૈદી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યો હતો. લગભગ દોઢ મહિના પહેલા તે કાંશીરામ કોલોનીથી નીકળી ગયો હતો. પછી તેણીને ખબર પડી કે તેનો પતિ અન્ય મહિલાઓ સાથે સંપર્કમાં છે. તે યુવતિઓને ફસાવી રહ્યો છે અને પછી ત્યાંથી નીકળી જાય છે. યુવકે જણાવ્યું હતું કે મહિલાએ તેને ગેરમાર્ગે દોરી છે. તેને ત્રણ બાળકો છે. પરંતુ આ વસ્તુ છુપાવી હતી. તેથી છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. તે તેને ફસાવવા માંગે છે.

આ મામલે સીઓ સિવિલ લાઇન દેવેશસિંહે કહ્યું કે બંને પક્ષો એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. તપાસ બાદ તથ્યોના આધારે કાર્યવાહી કરવામાં આવશે.