Not Set/ પત્નીને વોટ્સએપ પર આપ્યો તલાક, જજને વીડિઓ દેખાડવા પર કરી હિંસા

મુંબઈની રહીશ એક મહિલાએ જયારે પતિ વિરુદ્ધ ઘરેલું હિંસાનો કેસ દાખલ કર્યો ત્યારે તેના પતિએ તેને વોટ્સએપ પર વીડિઓ કોલ કરીને તલાક આપી દીધા હતા. મહિલાએ જયારે જજને વીડિઓ દેખાડ્યો ત્યાર બાદ પતિને કોર્ટ બહાર પત્ની સાથે મારપીટ કરી હતી અને ગેરવ્યવહાર કર્યો હતો. કેસ 32 વર્ષની મહિલા ફારહાનાજ અને તેમના પતિ યાવર ખાનનો છે. […]

India
triple talaq પત્નીને વોટ્સએપ પર આપ્યો તલાક, જજને વીડિઓ દેખાડવા પર કરી હિંસા

મુંબઈની રહીશ એક મહિલાએ જયારે પતિ વિરુદ્ધ ઘરેલું હિંસાનો કેસ દાખલ કર્યો ત્યારે તેના પતિએ તેને વોટ્સએપ પર વીડિઓ કોલ કરીને તલાક આપી દીધા હતા. મહિલાએ જયારે જજને વીડિઓ દેખાડ્યો ત્યાર બાદ પતિને કોર્ટ બહાર પત્ની સાથે મારપીટ કરી હતી અને ગેરવ્યવહાર કર્યો હતો.

કેસ 32 વર્ષની મહિલા ફારહાનાજ અને તેમના પતિ યાવર ખાનનો છે. મહિલા મુંબઈના મીરા રોડમાં રહે છે. સર્વોચ્ચ અદાલતે ટ્રીપલ તલાકને ગેરકાયદેસર જાહેર કર્યું છે. મહિલાએ તેના પતિ વિરુદ્ધ નવેમ્બરમાં ઘરેલું હિંસાનો કેસ દાખલ કર્યો હતો. 21 એપ્રિલે સુનાવણી દરમિયાન મહિલાએ જજને આ બાબતની વીડિઓ ક્લિપ દેખાડી હતી. મહિલાએ જણાવ્યું જજ ક્લિપ દેખાડીને જણાવ્યું હતું કે આ ગેરકાનૂની વર્તણુક છે.

ત્યારબાદ કોર્ટ બહાર પતિએ પત્ની સાથે મારપીટ કરી હતી. પોલીસે પતિની ધરપકડ કરી લીધી હતી અને જજ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરિયાદ દાખલ કરીને થોડી ક્ષણોની અંદર પતિને છોડી દીધો હતો. જેમ કે, ખાને પોતાને કાયદાનો પાલન કરનાર બતાવ્યો હતો અને જણાવ્યું હતું કે વકીલ આ મામલા પર તેના તરફથી પ્રતિક્રિયા આપશે. 11 નવેમ્બરે મોકલેલા વીડિઓમાં તેઓ તલાક આપતા નજર આવે છે. ત્યાર બાદ તેમને જણાવ્યું હતુ કે તલાક કાજી અને ગવાહોની સાક્ષીમાં આપવામાં આવ્યા હતા.

ફરહાનાજ હવે ઉપરી અદાલત તરફ જવાનું વિચારી રહી છે. તે સુપ્રીમ કોર્ટની નિંદા કરવાની ફરિયાદ કરી શકે છે.