Not Set/ નિકોલના સંસ્કૃતિ ફ્લેટમાં પતિએ કરી પત્નીની કરપીણ હત્યા

અમદાવાદ નિકોલ વિસ્તાર પતિ દ્વારા પત્નીની હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે.

Ahmedabad Gujarat
WhatsApp Image 2021 03 22 at 10.52.53 PM નિકોલના સંસ્કૃતિ ફ્લેટમાં પતિએ કરી પત્નીની કરપીણ હત્યા

વિશાલ મહેતા મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

નિકોલમાં સંસ્કૃત એપાર્ટમેન્ટ ખાતે હત્યાનો ખૂની ખેલ ખેલાયો… જેમાં પીનલ બહેન નામની મહિલાની ઘરમાંજ હત્યા કરી નાખવામાં આવી.. છરીના ઘા થી પત્નીની હત્યા કરીને આરોપી પતિ મિતેશભાઈ ભાનુ ફરાર થઇ ગયો છે.. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી પત્ની અને પતિ વચ્ચે નાની મોટી માથાકૂટ થતી હતી. પરંતુ આજે બપોરે પતિ અને પત્ની વચ્ચે માથાકૂટ થતા મામલો ઉગ્ર બન્યો હતો.. જેમાં આરોપી પતિ એ બેડરૂમ નો દરવાજો બંધ કરીને તેની પત્નીને ગળા પર છરી મારી મોતને ઘાટ ઉતારી નાખી હતી.. બીજા રૂમમાં આરોપીના માતા પિતા હાજર હતા અને ત્રણ દીકરીઓ પડોશીને ત્યાં ગઈ હતી.

Untitled 21 નિકોલના સંસ્કૃતિ ફ્લેટમાં પતિએ કરી પત્નીની કરપીણ હત્યા

પતિ પત્ની વચ્ચે અણબનાવ હોવાથી થોડાક દિવસો પહેલા પત્ની પોતાના માતા પિતાને ત્યાં રહેવા માટે પણ જતી રહ્યી હતી..પરંતુ આખરે સમાધાન થતા પત્ની પરત પોતાના સાસરે સઁસ્કૃત રેસિડેંસી ખાતે રહેવા આવી હતી.. પરંતુ આજે પતિ-પત્ની વચ્ચે જ્યારે તકરાર થઈ ત્યારે પતિએ પોતાની ત્રણ માસુમ બાળકીઓ નો પણ વિચાર ના કર્યો અને ચારિત્ર્યની શંકા ના આધારે પત્નીની હત્યા કરી નાખી હતી.

નિકોલ માં થયેલી હત્યા ની ઘટના બાબતે નિકોલ પોલીસ સ્ટેશનના સિનિયર PI વિજયસિંહ ઝાલા ને પૂછતા તેમણે જણાવ્યું કે, પ્રાથમિક પૂછપરછમાં પતિએ આવેશમાં આવીને પત્નીને તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.. પરંતુ તેની સાથે સાથે એવું પણ જાણવા મળી રહ્યું છે કે પત્ની પર ચારિત્ર્યની શંકા ના કારણે પતિએ હત્યા જેવી ગંભીર ઘટનાને અંજામ આપ્યો છે.. જેથી પોલીસે હત્યાની હકીકત ના મૂળ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.Untitled 20 નિકોલના સંસ્કૃતિ ફ્લેટમાં પતિએ કરી પત્નીની કરપીણ હત્યા

હાલતો નિકોલ પોલીસે આરોપી પતિ સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીને શોધવા તજવીજ શરૂ કરી છે. પરંતુ દુઃખની બાબત એ છે કે ચારિત્ર્યની શંકા ના આધારે પતિએ કરેલી પત્નીના હત્યાના કેસમાં પરિવારનો હસતો રમતો માળો વિખાઈ ગયો છે. જેમાં ત્રણ બાળકીઓ માતાની હત્યા થતા તેમના બાળપણમાં થી મમતા છીનવાઈ ગઈ છે.. તો બીજી તરફ હત્યાને અંજામ આપીને પિતા આરોપી મળી જતા પિતાનો ઓછાયો પણ તેમના માથેથી હટી ગયો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ