Not Set/ હૈદરાબાદ ગેંગરેપ-મર્ડર/ સ્વાતિ માલીવાલે મહિલા સુરક્ષાને લઇને PM મોદીને લખ્યો પત્ર

હૈદરાબાદ મહિલા ગેંગરેપ બાદ સમગ્ર દેશમાં ગુસ્સો સ્પષ્ટ દેખાઇ રહ્યો છે. આ ઘટના બાદ દેશનાં અલગ-અલગ વિસ્તારોમાંથી લોકોએ બહાર આવી આ દુષ્કર્મનાં આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ કરી છે. જેને લઇને દિલ્હી મહિલા આયોગનાં અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ માટે આમરણ અનશન વિશે વાત કરી છે. સ્વાતિએ દેશમાં મહિલાઓ પર વધી રહેલા ગુનાઓને ધ્યાનમાં રાખીને વડા […]

Top Stories India
images 70 હૈદરાબાદ ગેંગરેપ-મર્ડર/ સ્વાતિ માલીવાલે મહિલા સુરક્ષાને લઇને PM મોદીને લખ્યો પત્ર

હૈદરાબાદ મહિલા ગેંગરેપ બાદ સમગ્ર દેશમાં ગુસ્સો સ્પષ્ટ દેખાઇ રહ્યો છે. આ ઘટના બાદ દેશનાં અલગ-અલગ વિસ્તારોમાંથી લોકોએ બહાર આવી આ દુષ્કર્મનાં આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ કરી છે. જેને લઇને દિલ્હી મહિલા આયોગનાં અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ માટે આમરણ અનશન વિશે વાત કરી છે. સ્વાતિએ દેશમાં મહિલાઓ પર વધી રહેલા ગુનાઓને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે. જેમા તેમણે વડા પ્રધાન માટે લખ્યું છે કે મને આશા છે કે તમે લાંબા સમય સુધી તમારી દીકરીઓની ચીસોને અવગણશો નહીં.

સ્વાતિએ આ પત્રમાં કહ્યું છે કે ‘ફક્ત કાયદો બનાવવો પૂરતો નથી, તેને અમલમાં પણ લાવવું પડશે. આપને વિનંતી છે કે તાત્કાલિકમાં તમામ રેપિસ્ટને 6 મહિનામાં ફાંસીની સજાનો કાયદાને અમલમાં મુકવામાં આવે અને આ માટે જરૂરી મિકેનિઝમ્સ પણ રજૂ કરવામાં આવે. આ મિકેનિઝમ્સનો અમલ કરવા માટે, કેટલીક માંગણીઓ પૂર્ણ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમને સમજાવવા માટે, હું આજથી ઉપવાસ પર બેસીશ. જ્યાં સુધી મારી માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી હું ભૂખ હડતાલ પર તોડીશ નહી.

જાણો શું છે માંગ

અહી સ્વાતિએ 6 માંગણીઓ રજૂ કરી છે, જેમ કે ‘નિર્ભયાનાં દોષીઓને તાત્કાલિક ફાંસી આપવામાં આવે, 6 મહિનામાં બળાત્કાર કરનારને ફાંસી આપવામાં આવે, દેશનાં તમામ રાજ્ય પોલીસને પૂરતા પોલીસ જવાન આપવામાં આવે, તમામ જિલ્લામાં ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવે,’ મહિલાઓની સુરક્ષા માટે નિર્ભયા ફંડનો ઉપયોગ થવો જોઈએ, પોલીસની જવાબદારી નિશ્ચિત હોવી જોઈએ.’

સ્વાતિએ તેમાં લખ્યું છે કે, દિલ્હી મહિલા આયોગે 55 હજાર કેસોમાં સુનાવણી કરી છે. 2.15 લાખ કોલ 181 હેલ્પલાઈન્સ પર અટેન્ડ ક્યા, 75 હજાર ગ્રાઉન્ડ વિઝિટ કર્યા, 33 હજાર કોર્ટ કેસ દ્વારા પીડિતોને મદદ કરી, 11 હજાર કાઉંસલિંગ સેશન કર્યા અને 200 થી વધુ સૂચનો કેન્દ્ર અને રાજ્ય સરકારોને આપવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.