Not Set/ હૈદરાબાદ સામૂહિક દુષ્કર્મનાં ચાર આરોપીને પોલીસે ઠાર માર્યા

હૈદરાબાદની ડૉ.યુવતી પર સામૂહિક દુષ્કર્મ કરી તેને જીવતી સળગાવી પલાયન થઇ ગયેલા પાશવી દુષ્કર્મ અને હત્યાનાં 4 આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધા છે. નેશનલ હાઈવે નંબર 44 પર આરોપીઓ ભાગવાની કોશિશ કરતા પોલીસ દ્વારા તમામ ચાર આરોપીઓને ઢેર કરી દેવામાં આવ્યા હતા. આપને જણાવી દઇએ કે પોલીસ તમામ આરોપીને ઘટના સ્થળ પર ઘટનાનું રિક્નસ્ટ્રકસન […]

Top Stories India
encounter હૈદરાબાદ સામૂહિક દુષ્કર્મનાં ચાર આરોપીને પોલીસે ઠાર માર્યા

હૈદરાબાદની ડૉ.યુવતી પર સામૂહિક દુષ્કર્મ કરી તેને જીવતી સળગાવી પલાયન થઇ ગયેલા પાશવી દુષ્કર્મ અને હત્યાનાં 4 આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધા છે. નેશનલ હાઈવે નંબર 44 પર આરોપીઓ ભાગવાની કોશિશ કરતા પોલીસ દ્વારા તમામ ચાર આરોપીઓને ઢેર કરી દેવામાં આવ્યા હતા.

આપને જણાવી દઇએ કે પોલીસ તમામ આરોપીને ઘટના સ્થળ પર ઘટનાનું રિક્નસ્ટ્રકસન કરાવવા માટે લાવી હતી. તમામ આોરપી દ્વારા ઘટનાનાં રિક્નસ્ટ્રકસન સમયે પોલીસ જાપ્તામાંથી ભગવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે પોલીસ દ્વારા હાઇવે પાસે તમામ ચાર આરોપીને ઠાર મારવામાં આવ્યા હતાં

આપને જણાવી દઇએ કે દેશભરમાં ઉપરા છાપરી બની રહેલી દુષ્કર્મ અને મહિલા વિરુધ ગુનાની ઘટનાનાં પડઘા છેક સંસદમાં પણ ગુજ્યાં હતા અને અનેક સાંસદો દ્વારા આવા પાશવી નરાધમોને મોંબલિન્ચની સજા ફટકારવી જોઇએ ત્યાં સુધીનો સુર ઉઠ્યો હતો, ત્યારે મોંબલિન્ચ તો નહીં પણ ભાગવાની કોશિશમાં પોલીસએ ઢીચીંગ કરી નાખ્યાનું સામે આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.