IPL 2020/ હૈદરાબાદની ટીમે દિલ્હી સામે મેળવી 88 રને જીત

સનરાઇઝર્સ હૈદરાબાદએ આઈપીએલ સીઝન -13 ની 47 મી મેચમાં દિલ્હી કેપિટલ્સને 88 રનથી હરાવ્યુ છે. 12 મેચોમાં હૈદરાબાદની આ 7 મી જીત છે, જ્યારે દિલ્હીને પાંચમી હારનો સામનો કરવો પડ્યો છે. પોઇન્ટ ટેબલમાં હૈદરાબાદ છઠ્ઠા સ્થાને છે

Top Stories Sports
asdq હૈદરાબાદની ટીમે દિલ્હી સામે મેળવી 88 રને જીત

સનરાઇઝર્સ હૈદરાબાદએ આઈપીએલ સીઝન -13 ની 47 મી મેચમાં દિલ્હી કેપિટલ્સને 88 રનથી હરાવ્યુ છે. 12 મેચોમાં હૈદરાબાદની આ 7 મી જીત છે, જ્યારે દિલ્હીને પાંચમી હારનો સામનો કરવો પડ્યો છે. પોઇન્ટ ટેબલમાં હૈદરાબાદ છઠ્ઠા સ્થાને છે, જ્યારે દિલ્હી ત્રીજા સ્થાને આવી ગયું છે.

દિલ્હીને 220 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ ટીમ 19 ઓવરમાં 131 રનમાં પર ઓલઆઉટ થઈ ગઇ હતી. રાશિદ ખાને 4 ઓવરમાં માત્ર 7 રન આપીને 3 વિકેટ ઝડપી હતી, જ્યારે સંદીપ શર્મા અને ટી.નટરાજને 2-2 વિકેટ લીધી હતી. શાહબાઝ નદીમ, જેસન હોલ્ડર અને વિજય શંકરે 1-1-1 વિકેટ મેળવી હતી. આ પહેલા દિલ્હીએ ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો હતો, પરંતુ હૈદરાબાદનાં બેટ્સમેનોએ પોતાનો નિર્ણય ખોટો સાબિત કર્યો હતો. શરૂઆતનાં સમયે આવેલા કેપ્ટન ડેવિડ વોર્નર અને રિદ્ધિમન સાહાએ વિસ્ફોટક રમત બતાવી પ્રથમ 6 ઓવરમાં વિકેટ ગુમાવ્યા વિના 77 રન ફટકાર્યા હતા. વોર્નર અને સાહાની વિસ્ફોટક રમતને કારણે હૈદરાબાદએ દિલ્હી સામે 2 વિકેટ ગુમાવ્યા બાદ 220 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

વોર્નરે 34 બોલમાં 194.12 નાં સ્ટ્રાઇક રેટથી 8 ચોક્કા અને 2 છક્કાની મદદથી 66 રન બનાવ્યા હતા, જ્યારે સાહાએ 193.33 નાં સ્ટ્રાઇક રેટથી 12 ચોક્કા અને 2 છક્કાની મદદથી 45 બોલમાં 87 રન બનાવ્યા હતા. મનિષ પાંડેએ 31 બોલમાં 4 ચોક્કા અને 1 સિક્સરની મદદથી અણનમ 44 રન બનાવ્યા હતા. કેન વિલિયમ્સને 10 બોલમાં અણનમ 11 રન બનાવ્યા હતા. દિલ્હીની બોલિંગમાં કાગિસો રબાડાને ખૂબ જ સખત ધુલાઇ થઇ હતી, જેણે 54 રન આપ્યા હતા. વળી અક્ષર પટેલે 36, એનરિક નોર્ટેજે 1 વિકેટ સાથે 37 રન બનાવ્યા હતા. રવિચંદ્રન અશ્વિને 3 ઓવરમાં 1 વિકેટ સાથે 35 રન બનાવ્યા હતા. જ્યારે તુષાર દેશપાંડેએ 3 ઓવરમાં 35, માર્ક સ્ટોઇનીસે 2 ઓવરમાં 15 રન લુટાવ્યા હતા.