ગુજરાત/ ‘હું અનાથ છું, મારું આ દુનિયામાં કોઈ નથી’ સુસાઈડ નોટ લખી ગામડી ગામની 37 વર્ષીય પરિણીતાએ પુત્ર સાથે કરી આત્મહત્યા

ગામડી ગામમાં જૈતુન પાર્ક સોસાયટીમાં એક મહિલાએ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. ગામડી ગામની 37 વર્ષીય પરિણીતાએ 8 વર્ષના પુત્ર સાથે આત્મહત્યા કરી.

Top Stories Gujarat Breaking News
Beginners guide to 2024 05 28T180827.994 'હું અનાથ છું, મારું આ દુનિયામાં કોઈ નથી' સુસાઈડ નોટ લખી ગામડી ગામની 37 વર્ષીય પરિણીતાએ પુત્ર સાથે કરી આત્મહત્યા

આણંદ : ગામડી ગામમાં જૈતુન પાર્ક સોસાયટીમાં એક મહિલાએ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. ગામડી ગામની 37 વર્ષીય પરિણીતાએ 8 વર્ષના પુત્ર સાથે આત્મહત્યા કરી. જૈતુન પાર્કમાં મહિલાની આત્મહત્યાની પોલીસને માહિતી મળતા ઘટનાસ્થળ પર પંહોચી. પોલીસે જણાવ્યું કે પરિણીતાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી જ્યારે બાળકના મૃત્યુને લઈને તપાસ થશે. કારણ કે બાળકને લાશ પલંગ પર હતી. બાળકનું મૃત્યુ કેવી રીતે થયું તેની તપાસ કરશે.

ગામડીમાં જૈતુન પાર્ક સોસાયટીમાં માતા અને પુત્રના મોતના સમાચારથી સમગ્ર પંથકમાં હાહાકાર જોવા મળ્યો. 37 વર્ષની આશરા નામની પરિણીતાએ આપઘાત કર્યો. પરિણીતાએ પોતાના ઘરમાં પંખા સાથે ગાળીયો બાંધી આત્મહત્યા કરી. અને એ જ રૂમમાં પલંગ પર તેના પુત્રનો મૃતદેહ મળ્યો. આ ઘટનાની જાણ થતા પોલીસ પોતાની ટીમ સાથે પરિણીતાના ઘરે પંહોચી ગઈ હતી. ઘટના સ્થળ પર પંહોચ્યા બાદ પોલીસ કાર્યવાહી શરૂ કરતા માતા અને પુત્રના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. આત્મહત્યા કરનાર પરિણીતાના ઘરની તપાસ કરવા દરમ્યાન પોલીસને સુસાઈડ નોટ મળી. આ સુસાઈડ નોટમાં પરિણીતાએ લખ્યું હતું કે હું મારી મરજીથી જીંદગી ખતમ કરી રહી છું. આ ઘટનાને કોઈ સાથે લેવા દેવા નથી. હું મારી સાથે મારા પુત્રને પણ લઈ જાઉં છું. કારણ કે જયાં સુધી મારો પુત્ર જીવિત રહેશે ત્યાં સુધી મારો આત્મા તડપતો રહેશે. અમારી આત્મહત્યા માટે કોઈ જવાબદાર નથી. અમારા બંનેની લાશને જમીનમાં દફનાવવાના બદલે સળગાવવામાં આવે તેવી મારી અંતિમ ઇચ્છા છે. પોલીસ આ કેસની તપાસ કરશે કે ખરેખર પરિણીતાએ આત્મહત્યા કરી છે કે પછી કોઈ દ્વારા હત્યા કરવામાં આવી છે. અથવા તો પછી કોઇના દબાણમાં અથવા કોઈના કારણે બ્લકેમેલ થવાથી આત્મહત્યા જેવું અંતિમ પગલું ભર્યું. તેમજ પોલીસ એ પણ તપાસ કરશે કે બાળકનું મોત કેવી રીતે થયું.  હાલમાં પોલીસે માતા અને પુત્ર બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઓડિશામાં ભાજપના ઉમેદવાર પર લાગ્યો EVM તોડફોડનો આરોપ

આ પણ વાંચો:ચક્રવાતી વાવાઝોડું ‘રેમાલ’ દરિયામાંથી લાવી રહ્યું છે તબાહી! કોલકાતા એરપોર્ટ 21 કલાક માટે બંધ રહેશે એલર્ટ જારી

આ પણ વાંચો:દિલ્હી એરપોર્ટ પરથી મુસાફરોને લઈ જતી ફ્લાઈટનું ફરી આવ્યું  લેન્ડિંગ,મોટી દુર્ઘટના ટળી